બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:29 PM, 26 March 2022
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર માટે ખૂબ જ જરૂરી ખબર છે. બજાર નિયામક સેબીએ ફેરફાર કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે હવે ચેક, બેન્ક ડ્રાફ્ટ અથવા અન્ય ભૈતિક માધ્યમથી ચુકવણીને બંધ કરી દીધુ છે.
ADVERTISEMENT
ફેરફાર બેઠળ 1 એપ્રિલ 2022થી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા માટે તમારે ફક્ત યુપીઆઈ અથવા નેટબેન્કિંગ દ્વારા જ ચુકવણી કરવાની રહેશે. કુલ મળીને 31 માર્ચથી ચેક-ડીડી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાની સુવિધા બંધ થઈ જશે અને ફક્ત ડિજિટલ માધ્યમથી જ તેમાં રોકાણ કરવામાં આવશે.
વધુ સામાન્ય થઈ શકે છે ચુકવણી
નેટબેન્કિંગ અને UPI દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સુવિધા શરૂ થયા બાદ તેમાં ચુકવણી વધારે સરળ થઈ જશે. બજાર નિષ્ણાંતોનું કહેવુ છે કે મ્યુચ્યુઅલ ફંડ એપ અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમાં પૈસા લગાવવા માટે હવે વધુ સરળ થઈ જશે. સાથે જ ચુકવણીમાં થતુ મોડુ પણ ખતમ થઈ જશે.
NEFT-RTGSથી નહીં થાય ચુકવણી
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ન ફક્ત ચેક અને ડીડી માટે ચુકવણીને બંધ કરવામાં આવ્યું છે. પરંતુ NEFT-RTGS જેવા ડિજિટલ માધ્યમોથી પૈસા નહીં લગાવવામાં આવે. સિસ્ટમ અપડેટ થયા બાદ આ વિકલ્પો દ્વારા ચુકવણીની સુવિધાઓ પુરી થઈ જશે. તેમાં ટ્રાન્સફર લેટર્સ, બેન્કર્સ ચેક, પે ઓર્ડર જેવા વિકલ્પ પણ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.