બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સેબીએ રોકાણકારોને ચેતવ્યા, કહ્યું આ જગ્યાએ લેવડ દેવડ ન કરતાં, નહીંતર નુકસાની પાક્કી

નિવેદન / સેબીએ રોકાણકારોને ચેતવ્યા, કહ્યું આ જગ્યાએ લેવડ દેવડ ન કરતાં, નહીંતર નુકસાની પાક્કી

Last Updated: 02:56 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેબીએ ઇન્વેસ્ટરોએ એલર્ટ કરતાં સેબીએ કહ્યું કે એવા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર કોઈપણ લેવડ-દેવડ ન કરવી કે તેના પર કોઈ સંવેદનશીલ માહિતી શેયર ન કરવી કારણ કે આ ઓથોરાઇઝ્ડ અને સેબી દ્વારા સર્ટિફાઇડ પણ નથી.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સોમવારે ઈન્વેસ્ટરોને સાવધાન કર્યા છે. સેબીએ ઈન્વેસ્ટરોને અનધિકૃત ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અને વેબસાઇટ પર નોન-લિસ્ટેડ કંપનીઑની સિક્યોરિટીમાં લેવડ દેવડ કરવા બાબતે એલર્ટ કર્યા છે. બજાર નિયમનકારે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ, 1956 અને સેબી એક્ટ, 1992નું ઉલ્લંઘન કરે છે, બંનેનો ઇરાદો સિક્યોરિટી માર્કેટમાં ઇન્વેસ્ટરના હિતોની રક્ષા કરવાનું છે.

SEBI

કોઈ પણ સંવેદનશીલ પર્સનલ ડિટેલ શેયર ન કરવી

મળતી માહિતી અનુસાર, સેબીએ નિવેદનમાં કહ્યું કે અમુક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ યોગ્ય મંજૂરી વિના નોન લિસ્ટેડ સિક્યોરિટી ટ્રેડિંગની સુવિધા આપી રહ્યા છે. ઇન્વેસ્ટરોએ એલર્ટ કરતાં સેબીએ કહ્યું કે એવા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર કોઈપણ લેવડ-દેવડ ન કરવી કે તેના પર કોઈ સંવેદનશીલ માહિતી શેયર ન કરવી કારણ કે આ ઓથોરાઇઝ્ડ અને સેબી દ્વારા સર્ટિફાઇડ પણ નથી.    

એક્સચેન્જની લિસ્ટ આધિકારિક વેબસાઇટ પર

સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જની લિસ્ટ નિયામકની આધિકારિક વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ સિવાય નિયામકે ઈન્વેસ્ટરોને અનઓથોરાઇઝ્ડ પ્લેટફોર્મ પર સંવેદનશીલ વ્યક્તિગત માહિતી શેયર કરવા અને તેના માધ્યમે લેવડ-દેવડ કરવા વિરુદ્ધ ચેતવ્યા છે.  

PROMOTIONAL 12

નવા ઇન્વેસ્ટર ચાર્ટર જાહેર

સેબીએ તાજેતરમાં ઇન્વેસ્ટરો સુરક્ષા, બજાર પારદર્શિતા અને ઇન્વેસ્ટરો વચ્ચે વિશ્વાસ વધારવા આ માટેના ધ્યેયને એક નવું ઇન્વેસ્ટર ચાર્ટર જાહેર કર્યું છે. સુધારેલા ચાર્ટર ઇન્વેસ્ટરોની માહિતીની ગુપ્તતા ચોક્કસ કરવા અને વ્યાજબી શરતો પર સિક્યોરિટીઝ માર્કેટ સંબંધિત ઉત્પાદનો અથવા સેવાઓને નાપસંદ કરવાના અધિકાર પ્રદાન કરવા પર ભાર મૂકે છે. સંશોધિત ચાર્ટરનો ધ્યેય ઈન્વેસ્ટરોને બજાર ઇન્વેસ્ટથી જોડાયેલા જોખમોને વધુ સારી રીતે સમજીને સક્ષમ બનાવવાનું છે, સાથે જ સમય પર અને કુશળ રીતે તેની સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરવાનું છે.

વધુ વાંચો : તગડું રોકાણ આને કે'વાય! 200 રૂપિયાના શેરે 5 વર્ષમાં આપ્યું 12000 ટકા રિટર્ન, પૈસા રોક્યા તે થયા રૂપિયાવાળા

સુધારેલા ચાર્ટરમાં ઇન્વેસ્ટરો માટે ઉત્તમ પ્રથાઓની ડિટેલ આપવામાં આવી છે, જેમ કે લેવડ-દેવડ રિકોર્ડને જાળવી રાખવા, ઇન્વેસ્ટથી જોડાયેલા જોખમો અને શુલ્કને જાણવું અને ફરિયાદ નિવારણ તંત્રથી પોતાને પરિચિત કરવું વગેરે. 

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SEBI Investors stock exchange
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ