હાડ થીજાવતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત, નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

By : kavan 09:30 AM, 31 December 2018 | Updated : 09:30 AM, 31 December 2018
કચ્છ: ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનું જોર વધ્યું છે. જમ્મૂ-કશ્મીર અને હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે.તો બીજી બાજુ હિમવર્ષાને પગલે દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને છેક ગુજરાત સુધી તેની અસર થઈ રહી છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. અહીં તાપમાનનો પારો ગગડીને 6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ડીસા, અંબાજીમાં પણ પારો 9 ડિગ્રી સુધી ગગડ્યો છે.તો આ તરફ વડોદરામાં પણ 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીથી લોકો ઠુંઠવાઈ ગયા છે. અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભાવનગરમાં પણ તાપમાન નીચું ગયું છે.

અહીં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. તો આ તરફ ઈડર, અમદાવાદ અને ભુજમાં તાપમાન 11 ડિગ્રી સુધી ગગડી ગયું છે. અમદાવાદમાં રાત્રી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને લોકોને ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.

તો ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં રાત્રી દરમિયાન તાપમાન માઈનસ 1 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે હાલ માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી નોંધાયું છે.Recent Story

Popular Story