બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Search from heaven to hell, but bring 'God' ...! Read also why this order was given by the civil judge

વાયરલ / સ્વર્ગમાંથી શોધો કે પાતાળમાંથી, કોઈપણ ભોગે ભગવાનને કોર્ટમાં હાજર કરો, નારાજ જજનાં ફરમાનથી કૌતુક

Megha

Last Updated: 05:30 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાલતમાં જજનો આદેશ ઘણી વખત હેડલાઈન્સ બનાવી લેતા હોય છે. હાલ એક એવો જ મામલો રાજસ્થાનમાંથી આવ્યો છે જ્યાં જજે પોલીસને આદેશ આપ્યો કે આ કેસના સાક્ષીને સ્વર્ગ માંથી કે પાતાળલોક ગમે ત્યાંથી શોધીને લાવો.

  • આ કેસના સાક્ષી ભગવાન સિંહને સ્વર્ગ માંથી કે પાતાળલોક ગમે ત્યાંથી શોધીને લાવો
  • સિવિલ જજ વિકાસ નહેરાનો આ એક આદેશ સોશ્યલ મીડયા પર થયો વાયરલ
  • કોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે એમને 5 જુલાઈના રોજ ફરજીયાતપણે હાજર રહેવું પડશે

રાજસ્થાનના બુંદી જીલ્લાના કેશવરાયપાટનના એક સિવિલ જજનો આદેશ આજે હેડલાઈન બનાવી રહ્યો છે. જેમાં તેમના વારંવાર કહેવા પર પણ એક ASI કોર્ટમાં હાજર નહતા થતા એટલા માટે કાપરેન પોલીસસ્ટેશનના અધિકારીને તેની સામે વોરંટ બહાર પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

ભગવાનને કોર્ટમાં હાજર કરો 
રાજસ્થાનના બુંદી જીલ્લાના કેશવરાયપાટનના એક સિવિલ જજ તેમના એક આદેશને કારણે આજે ન્યુઝની હેડલાઈન્સ બન્યા છે. સિવિલ જજ વિકાસ નહેરાનો આ એક આદેશ સોશ્યલ મીડયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના વારંવાર કહેવા પર પણ એક ASI કોર્ટમાં હાજર નહતા થતા એટલા માટે તેઓ ગુસ્સે થયા હતા અને આદેશ આપ્યો હતો કે ' આ કેસના સાક્ષી ભગવાન સિંહને સ્વર્ગ માંથી કે પાતાળલોક ગમે ત્યાંથી શોધીને લાવો અને કોર્ટમાં મારા સમક્ષ હાજર કરો. 

પાંચ જુલાઈએ ફરી થશે સુનવણી
સ્થાનિક સુત્રોનું માનીએ તો ASI ભગવાન સિંહની બદલી થોડા મહિના પહેલા કોટા રેંજ તરફ થઇ છે અને હાલ ભગવાન સિંહ કોટાના એક શહેરમાં ફરજ નિભાવી રહ્યા છે. રાજસ્થાનના બુંદી જીલ્લાના કેશવરાયપાટનના એ સિવિલ જજે તેમના આદેશમાં એમ લખ્યું કે ભગવાન સિંહ કાપરેન પોલીસ સ્ટેશનમાં ASIના પદ પર હતા અને ઘણા કેસના ઇન્ચાર્જ પણ હતા, એ સાથે જ આ એક કેસમાં ભગવાન સિંહ છેલ્લા સાક્ષી છે જેથી એમને કોર્ટમાં ફરજીયાતપણે ઉપસ્થિત થવું પડશે. આ કેસ પાંચ વર્ષ જુનો છે અને ઘણી વખત કેસની તારીખો પડી ચુકી છે. એટલા માટે કોર્ટે કડક શબ્દોમાં આદેશ આપતા કહ્યું છે કે એમને 5 જુલાઈના રોજ ફરજીયાતપણે હાજર રહેવું પડશે. 

રાજસ્થાનના બુંદી જીલ્લાના કેશવરાયપાટનના આ સિવિલ જજ વીકાસ નહેરાનો આદેશ સોશ્યલ મીડયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમના વારંવાર કહેવા પર પણ એક ASI ભગવાન સિંહ કોર્ટમાં હાજર નહતા થતા એટલા માટે તેઓ ગુસ્સે થયા હતા અને આદેશ આપ્યો હતો કે 'આ કેસના સાક્ષી ભગવાનને સ્વર્ગ માંથી કે પાતાળલોક ગમે ત્યાંથી શોધીને લાવો અને કોર્ટમાં મારા સમક્ષ હાજર કરો.'

સંકળાયેલા મુદ્દાઓ

Viral News civil judge ભગવાન સિંહ રાજસ્થાન Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ