Sea-plane service resumed by PM Modi, due to which the plane went to Maldives
અમદાવાદ /
PM મોદીના હસ્તક શરૂ થયેલી સી-પ્લેન સર્વિસનો ફરી લાભ મળશે, આ કારણે માલદીવ ગયું હતું પ્લેન
Team VTV05:51 PM, 18 Feb 21
| Updated: 07:15 PM, 18 Feb 21
અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી 3 વખત સી-પ્લેનની સર્વિસ બંધ થઇ ચૂકી છે.
સી-પ્લેન સર્વિસ ફરી એક વાર થશે શરૂ
અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેન સર્વિસ ફરી થશે શરૂ
સ્પાઇસ શટલે સી પ્લેનનો એક વીડિયો કર્યો શેયર
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમદાવાદથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સર્વિસ ફરી એક વખત શરૂ થઈ રહી છે. સ્પાઇસ શટલે સી-પ્લેનનો એક વીડિયો જાહેર કર્યો છે. અત્યાર સુધી 3 વખત સી-પ્લેનની સર્વિસ બંધ થઇ ચૂકી છે. ગતવર્ષે ઓક્ટોબરમાં સી-પ્લેનની સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તો ગત 3 ફેબ્રુઆરીએ સી-પ્લેનને માલદીવ મોકલવામાં આવ્યું હતું. સી-પ્લેનની જાળવણીને લઈ માલદીવ મોકલવામાં આવ્યું હતું. જે બાદ હવે ફરી સેવા શરૂ થઈ ચૂકી છે.
અત્યાર સુધી 3 વખત સી પ્લેન સર્વિસ થઇ ચૂકી છે બંધ
ગતવર્ષે ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી સી પ્લેન સર્વિસ
સી પ્લેનને 3 ફેબ્રુઆરીએ માલદીવ મોકલવામાં આવ્યું હતું
સી પ્લેનની જાળવણીને લઇને માલદીવ મોકલાયું હતું
અમારૂ સી પ્લેન પરત આવી ગયું છે-સ્પાઇસ શટલ
સી પ્લેનની ઝલક જોઇ શકો છો-સ્પાઇસ શટલ
સ્પાઇસ શટલે ટ્વીટર પર વીડિયો શેયર કરીને આપી જાણકારી