બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પર કાતર! ટી20ના કેપ્ટનની કમાન આ સ્ટાર ખેલાડીને સોંપાશે, 'ગંભીર' નિર્ણય હશે!
Last Updated: 11:37 PM, 16 July 2024
Suryakumar Yadav as T20 Captain: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. આ પછી શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં 5 મેચની T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને તેના ઘર આંગણે 4-1થી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસ માટે T20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત એક બે દિવસમાં થઈ શકે છે. પરંતુ આ પહેલા જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે મોટો ઝટકો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ માટે સારા સમાચાર છે.
ADVERTISEMENT
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં પંડ્યાને શ્રીલંકા પ્રવાસ માટે ટી-20 ટીમનો કેપ્ટન માનવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે સૂત્રોને ટાંકીને મળેલા સમાચાર મુજબ પંડ્યાને આંચકો લાગી શકે છે.
પંડ્યાના સ્થાને સૂર્યાને કેપ્ટન બનાવવાની તૈયારી
બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે આપણે ભવિષ્યને પણ જોવું પડશે. આગામી 2 T20 વર્લ્ડ કપ અને T20 શ્રેણીને ધ્યાનમાં રાખવાની છે. એટલા માટે આપણને એવા ખેલાડી (કેપ્ટન)ની જરૂર છે જે રમી શકે અને લાંબા સમય સુધી હાજર રહી શકે. આસ્થિતિમાં, કોચ અને પસંદગીકારો સ્કાય (સૂર્યકુમાર યાદવ)ને ટૂંકા ફોર્મેટ (T20)માં કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક પંડ્યા આગામી પ્રવાસ એટલે કે શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ હવે તેની જગ્યાએ સૂર્યાને કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. તેમજ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત પણ એક બે દિવસમાં થઈ શકે છે.
કોચ તરીકે ગંભીરનો આ પ્રથમ પ્રવાસ
રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે ગયા મહિને જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યો હતો. આ પછી શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં 5 મેચની T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને ઘરઆંગણે 4-1થી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે.
આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 વનડે અને 3 ટી20 મેચની સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે.
વધું વાંચોઃ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે નહીં રમે, BCCIને આપ્યું આ કારણ
ભારત-શ્રીલંકા મેચ શેડ્યૂલ
27 જુલાઈ- 1લી T20, પલ્લેકેલ
28 જુલાઈ - બીજી ટી20, પલ્લેકેલ
30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલ
2 ઓગસ્ટ- 1લી વનડે, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી વનડે, કોલંબો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.