બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટાઈટેનિક ડૂબવાના સ્થળથી પણ નીચે મળી ભારે રહસ્યની ચીજ, દરિયાદેવ આ શું કરી રહ્યા છે?

પ્રકૃતિનું રહસ્ય / ટાઈટેનિક ડૂબવાના સ્થળથી પણ નીચે મળી ભારે રહસ્યની ચીજ, દરિયાદેવ આ શું કરી રહ્યા છે?

Last Updated: 03:08 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dark oxygen Latest News : ઉત્તર પેસિફિક મહાસાગરના ક્લેરિયોન ક્લિપર્ટન ઝોનમાં ધાતુના નાના નોડ્યુલ્સ મળી આવ્યા, નોડયુલ્સએ સંપૂર્ણ અંધકારમાં ઓક્સિજન ઉત્પન્ન કર્યો અને નામ આપવામાં આવ્યું ડાર્ક ઓક્સિજન

Dark oxygen : સમુદ્રના પેટાળમાં અનેક રહસ્ય દટાયેલાં છે. મહત્વનું છે કે, દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે વૈજ્ઞાનિકો પણ હજુ સુધી શોધી શક્યા નથી. આ જ કારણ છે કે દરરોજ કોઈને કોઈ નવી શોધ આપણી સામે આવતી રહે છે. આવી જ એક શોધ સમુદ્રના ઊંડાણમાં કરવામાં આવી હતી જ્યાંથી કંઈક એવું બહાર આવ્યું છે કે, જેણે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. વાસ્તવમાં ટાઈટેનિક ડૂબવાના સ્થળથી પણ નીચે ભારે રહસ્યની ચીજ મળી છે. વૈજ્ઞાનિકોને પ્રથમ વખત સમુદ્રની ઊંડાઈમાં ડાર્ક ઓક્સિજન મળ્યો છે. આ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે,સમુદ્રની ઊંડાઈમાં જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી ત્યાં એક અલગ પ્રકારનો ઓક્સિજન ઉત્પન્ન થઈ રહ્યો છે.

આવો જાણીએ શું છે આ ડાર્ક ઓક્સિજન ?

ઉત્તર પેસિફિક મહાસાગરના ક્લેરિયોન ક્લિપર્ટન ઝોનમાં ધાતુના નાના નોડ્યુલ્સ મળી આવ્યા છે. આ નોડ્યુલ્સ સંપૂર્ણપણે સમુદ્રના તળિયે ફેલાયેલા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ નોડયુલ્સ પોતાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જેને વૈજ્ઞાનિકોએ ડાર્ક ઓક્સિજન નામ આપ્યું છે. ધાતુના બનેલા આ બોલ બટેટા જેવા હોય છે. આ નોડયુલ્સએ સંપૂર્ણ અંધકારમાં ઓક્સિજન ઉત્પન્ન કર્યો છે. આ જ કારણ છે કે અહીં ઉત્પન્ન થતા ઓક્સિજનને 'ડાર્ક ઓક્સિજન' નામ આપવામાં આવ્યું છે કારણ કે અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નથી.

જ્યારે વૈજ્ઞાનિકોએ કરવી પડી ફરીથી તપાસ

સ્કોટિશ એસોસિએશન ફોર મરીન સાયન્સ (SAMS)ના વૈજ્ઞાનિક એન્ડ્રુ સ્વીટમેનના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને પહેલીવાર આ ડેટા મળ્યો ત્યારે તેમને લાગ્યું કે સેન્સર ફેલ થઈ ગયા છે કારણ કે સમુદ્રના તળિયે આવું કોઈએ ક્યારેય જોયું નથી. આ એક એવી જગ્યા છે જ્યાં હંમેશા એવું માનવામાં આવતું હતું કે, ઓક્સિજનનો વપરાશ થાય છે અને ઉત્પન્ન થતો નથી. તેથી, જ્યારે ડાર્ક ઓક્સિજન વિશે પ્રકાશમાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી તેની ફરીથી તપાસ કરવામાં આવી.

વધુ વાંચો : સામે આવ્યો નેપાળ પ્લેન ક્રેશની અંતિમ ક્ષણનો ખૌફનાક Video, જુઓ એકઝાટકે વિમાન કેવી રીતે થઈ ગયું ક્રેશ

સૌથી મોટો સવાલ, જ્યાં સૂર્યપ્રકાશ નથી ત્યાં ઓક્સિજન કેવી રીતે આવ્યો?

આ તરફ હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, 13 હજાર ફૂટની ઉંડાઈએ ડાર્ક ઓક્સિજન મળી આવ્યો છે કે જ્યાં સૂર્યપ્રકાશ નથી. ઓક્સિજન કુદરતી રીતે એટલે કે પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતો નથી. એક પદ્ધતિ એમોનિયાનું ઓક્સિડેશન છે. આમાંથી ઓક્સિજન છોડવામાં આવે છે. જોકે આ પ્રથમ વખત છે જ્યાં ડાર્ક ઓક્સિજનની શોધ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dark oxygen Scientists deep ocean
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ