બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વૈજ્ઞાનિકોને મળી ક્રાંતિકારી સફળતા, હવે મા-બાપ પોતાની મરજી મુજબ પેદા કરી શકશે છોકરો કે છોકરી!

સંશોધન / વૈજ્ઞાનિકોને મળી ક્રાંતિકારી સફળતા, હવે મા-બાપ પોતાની મરજી મુજબ પેદા કરી શકશે છોકરો કે છોકરી!

Last Updated: 11:51 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ એક ક્રાંતિકારી પ્રયોગ કર્યો છે જેમાં તેમને ગર્ભમાં ભ્રુણને નરમાંથી માદામાં પરિવર્તિત કરી દીધું છે. આ પ્રયોગ ઉંદર પર સફળ થયો હોવાથી હવે વૈજ્ઞાનિકો માણસ ઉપર પણ તે પ્રયોગ કરવા માંગે છે.

પતિ પત્ની જ્યારે મા બાપ બનવાના હોય છે ત્યારે તે અને તેમનો પરિવાર ખૂબ જ એક્સાઈટેડ હોય છે. કોઈ છોકરાની કામના કરે છે તો કોઈ છોકરીની. પરંતુ બાળક છોકરી આવશે કે છોકરો તે તેમના હાથમાં નથી હોતું. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો છે જેમાં કોઈ ભ્રુણ હત્યા વગર મા બાપ છોકરી કે છોકરાને જન્મ આપી શકશે. આનાથી સેક્સ રેશિયો મેન્ટેઈન કરવામાં મદદ મળશે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગ વિશે જાણતા પહેલાં આપણે તે વાત જાણવી જરૂરી છે કે, ગર્ભમાં બાળક કેવી રીતે નર કે માદા બને છે. જેમાં માનવ સહિતના સ્તનધારી પ્રાણીઓમાં ક્રોમોસોમ્સ પરથી નક્કી થાય છે કે બાળક મેલ હશે કે ફીમેલ. પુરુષોમાં XY ક્રોમોસોમ્સ હોય છે અને મહિલાઓમાં XX. જેમાં Y ક્રોમોસોમ્સ પુરુષનું શરીર બનાવે છે અને X ક્રોમોસોમ્સ મહિલાનું. આ કામ ગર્ભ ધારણના કેટલાક અઠવાડિયામાં થઈ જાય છે. જો પુરુષનો શુક્રાણુ Y ક્રોમોસોમ્સ મહિલાના X ક્રોમોસોમ્સ સાથે સેટ થઇ જાય તો પુરુષ બને છે. અને X સાથે X સેટ થાય તો સ્ત્રી બને છે.

પરંતુ નેચર કોમ્યૂનિકેશનમાં પ્રકાશિત થયેલી એક સ્ટડીમાં એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માઈક્રોઆરએનએ કહેવાવાળા Y ક્રોમોસોમ્સમાં કેટલાક નાના કણોને હટાવવાથી લિંગ પરિવર્તન થઈ જાય છે. તે ગર્ભમાં મેલમાંથી ફીમેલ થઈ જાય છે.

ક્રોમોસોમ્સ સિવાય

માઈક્રોઆરએનએ પણ નક્કી કરે છે બાળક સ્ત્રી રહેશે કે પુરુષ. Y ક્રોમોસોમ્સમાં સામેલ SRY નામનું જીન નક્કી કરે છે કે ટેસ્ટિકલ્સ બનશે કે નહીં. આ જીન ગાયબ થવાથી Y ક્રોમોસોમ્સ X ક્રોમોસોમ્સમાં બદલાઈ જાય છે. મતલબ કે છોકરાનું શરીર છોકરીમાં બદલાઈ જાય છે. આ સિવાય બીજા જીન્સ અને માઈક્રોઆરએનએપણ લિંગ નિર્ધારિત કરવામાં મહત્વનો રોલ ભજવે છે. પરંતુ તે વિશે વૈજ્ઞાનિકોને તે અંગે જાણકારી નથી. આ સ્થિતિમાં હજારો માઈક્રોઆરએનએમાંથી વૈજ્ઞાનિકોએ 6ની ઓળખ કરી છે જે જીન્સથી જોડાઈને પોતાની રીતે કંટ્રોલ કરે છે. ત્યાર બાદ પ્રેગ્નેન્ટ ઉંદરમાં લિંગ પરિવર્તનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિકોએ જ્યારે

પ્રેગ્નેન્ટ ઉંદરમાં પ્રયોગ કર્યો ત્યારે તેમને ખબર નહતી કે કયા ગર્ભમાં XX ક્રોમોસોમ્સ અને કયામાં XY ક્રોમોસોમ્સ છે. તેમને તે ખાસ 6 જીન્સ ડિલીટ કરી દીધા જેથી XY ક્રોમોસોમ્સ માદામાં પરિવર્તિત થઈ ગયું અને XX વાળું માદા જ રહ્યું. આવુ Y ક્રોમોસોમ્સમાં સામેલ SRY જીન્સના કારણે થયું. SRY જીન્સ સંતુલન ન બનાવી શક્યું આથી તે 12 કલાકમાં બદલાઈ ગયું. તેનાથી મેલ શરીર બનાવવાના પ્રોટીન પર અસર પડી. આથી લિંગ પરિવર્તિત થઈ ગયુ અને નરમાંથી માદા બની ગયું. આ માટે હવે આ પ્રયોગ વૈજ્ઞાનિકો માણસો પર પણ કરવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Scientific Experience Science Medical Science
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ