scientists discovered air Vaidya will save from corona
આયુર્વેદ /
લો હવે તો વૈજ્ઞાનિકોએ પણ કહી દીધું! ભારતની પ્રાચીન ધૂપ ચિકીત્સા પદ્ધતિ કોરોનાથી બચાવશે, સ્ટડીમાં થયો દાવો
Team VTV10:26 AM, 29 Jan 22
| Updated: 10:58 AM, 29 Jan 22
આર્યુર્વેદ એ હંમેશા એક સરળ અને સફળ ચિકિત્સા પદ્ધતિ છે. હા તેમાં પરિણામ થોડુ મોડુ જરુર મળે પરંતુ તે અસરકારક ચોક્કસ હોય. ત્યારે કોરોના સંક્રમણમાં પણ આર્યુર્વેદની એક પદ્ધતિ ઉપયોગી નીવડી હોવાનુ વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે.
આયુર્વેદ કોરોનાને રોકવામાં સફળ હોવાનો દાવો
ધૂપ પદ્ધતિ પર વૈજ્ઞાનિકોએ કર્યુ પરીક્ષણ
'કોરોના સંક્રમણ રોકવામાં ધૂપ પદ્ધતિ અસરકારક'
આર્યુર્વેદ એ યુગોથી ચાલતી આવતી ચિકિત્સા પદ્ધતિ છે. ત્યારે કોરોનામાં પણ આર્યુર્વેદ અસરકારક હોવાની એક શોધ થઇ છે. જેમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ધૂપ ઉપચારથી કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ તેને એર વૈદ્ય નામ આપ્યુ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે એર વૈદ્ય કોરોનાના ચેપને રોકવામાં મદદરિપ નીવડે છે. ત્યારે જાણીએ શું છે એર વૈદ્ય
શું છે એરવૈદ્ય ?
આ એર વૈદ્ય બીજુ કશુ નહી પરંતુ એક હર્બલ ધૂપ છે. જેને સુંઘવા માત્રથી શરીરમાં વાયરસ પ્રવેશી શકતો નથી. આ એક ધૂપ છે જેમાં 19 પ્રકારની જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે. તેની સુવાસ દિવસમાં બે વખત લેવામાં આવે તો કોરોના સંક્રમણથી આપણે બચી શકીએ છીએ તેવો વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એટલુ જ નહી પારદર્શક કેબિનમાં બંધ માખીઓ પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, આ પદ્ધતિમાં કોઇ પણ પ્રકારના હાનિકારક ઘટકો મળી આવ્યા નથી.
એર વૈદ્ય મનુષ્યો માટે સંપૂર્ણપણે સલામત
આ અભ્યાસ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) અને એમિલ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ, નવી દિલ્હીની ક્લિનિકલ રજિસ્ટ્રી ઑફ ઇન્ડિયામાં નોંધણી પછી, આ અભ્યાસ બે જૂથોમાં કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યુ હતુ કે એર વૈદ્ય એ કોરોના સંક્રમણને રોકવામાં ગુણકારી છે.
દિવસમાં બે વાર ઉપયોગ કરવો
BHUના વરિષ્ઠ ડૉ. કે.આર.સી. રેડ્ડીએ જણાવ્યું હતું કે 19 જડીબુટ્ટીઓમાંથી શોધાયેલ એર વૈદ્ય એ એક હર્બલ ધૂપ છે. તાજેતરમાં, આના પર ક્લિનિકલ ટ્રાયલનો બીજો તબક્કો પૂર્ણ થયો છે. બે અલગ-અલગ જૂથોમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને રોકી શકાય છે.
19 જડીબુટ્ટીઓમાંથી તૈયાર કર્યો છે હર્બલ ધૂપ
એમિલ ફાર્માસ્યુટિકલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંચિત શર્માએ જણાવ્યું હતું કે રાલ, લીમડો, વાસા, અજમો, હળદર, લેમન ગ્રાસ અને વચ સહિત 19 જડીબુટ્ટીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન એર વૈદ્યમાં ચાર પ્રકારના ઔષધીય ગુણો મળી આવ્યા હતા. જેમાં એન્ટી વાઈરસ, એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી માઈક્રોબાયલ અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનો સમાવેશ થાય છે.ડૉ રેડ્ડી કહે છે કે આ ચાર ગુણો કોરોના વાયરસ સામે સંરક્ષણમાં કામ કરે છે.
ધૂપ ચિકિસ્તા પદ્ધતિનો સફળ પ્રયોગ
ડૉ. રેડ્ડીએ વધુમાં જણાવ્યુ હતું કે એક જૂથમાં 100 લોકો અને બીજા જૂથના 150 એટલે કે 250 લોકોને પર ધૂપ ચિકિત્સા પદ્ધતિનો પ્રયોગ કરવામાં આવ્યો. જેમાં એક જૂથને સવાર અને સાંજે બંને ટાઇમ ધૂપ થેરપી આપવામાં આવતી હતી જ્યારે બીજા જૂથને ધૂપ થેરપી આપવામાં ન આવી. એક મહિના બાદ સતત આમ કર્યા બાદ સામે આવ્યુ કે જે લોકોએ બંને ટાઇમ ધૂપ પદ્ધતિ લીધી હતી તેવા લોકોમાં માત્ર 4 ટકા લોકો જ કોરોના સંક્રમિત થયા હતા જ્યારે આ પદ્ધતિ ન લેનારા 37 ટકા લોકો કોરોના સંક્રમિત થયા હતા