બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / વિશ્વ / scientists discover new muscle layer in human

OMG / છેલ્લા 100 વર્ષમાં ક્યારેય નથી થઈ આવી શોધ! વૈજ્ઞાનિકો શોધ્યું શરીરનું નવું અંગ, જાણો શું કરે છે કામ

Kavan

Last Updated: 02:04 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ શરીરના આવા એક ભાગની શોધ કરી છે. જેનો આજ પહેલા ક્યારેય ઉલ્લેખ થયો નથી

  • 21મી સદીની સૌથી મોટી ખોજ
  • વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું શરીરનું વધુ એક અંગ
  • છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ક્યારેય નથી થયું આવું સંશોધન

આ ભાગ જડબાના માસ્સેટર સ્નાયુ (Masseter Muscle)ના ઊંડા સ્તરની અંદર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, માસ્સેટર માસપેશી પોતે જ જડબાના નીચેના ભાગને ઉભા કરે છે અને ખોરાક ચાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આધુનિક એનાટોમી પાઠ્ય પુસ્તકમાં માસ્સેટરના બે સ્તરોનો ઉલ્લેખ છે. તેની પાસે એક ઊંડો અને સુપરફિસિયલ સ્તર છે.

સંશોધનમાં ચોંકાવનારા પરિણામો મળ્યા

WION ના રિપોર્ટ અનુસાર, આ શોધ સાયન્સ જર્નલ એનલ્સ ઓફ એનાટોમીની ઓનલાઈન એડિશનમાં પ્રકાશિત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમની ટીમે ઐતિહાસિક ગ્રંથોમાં લખેલા જડબાના સ્નાયુઓમાં છુપાયેલા અંગને શોધવા માટે તેમનો અભ્યાસ શરૂ કર્યો. આ કરવા માટે, તેણે ફોર્માલ્ડિહાઇડમાં 12 માનવ મૃતદેહોને સાચવ્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ શરીરના માથાનો અભ્યાસ કર્યો ત્યારે તેમને ચોંકાવનારા પરિણામો મળ્યા. તેણે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખિત સ્થાનથી દૂર શરીરનો એક અલગ ભાગ જોયો.

corona Omicron variant

મૃતદેહોનું CT-Scan પણ કરવામાં આવ્યું 

વૈજ્ઞાનિકોએ સંશોધન દરમિયાન 16 તાજા મૃતદેહોના સીટી સ્કેન પણ કર્યા અને તેમની સરખામણી જીવંત માનવીના એમઆરઆઈ સ્કેન સાથે કરી. આ દરમિયાન તેણે જડબાના સ્નાયુઓમાં ત્રીજું પડ જોયું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ઊંડા પડ ઝાયગોમેટિક પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા ગાલના નરમ હાડકાંને મજબૂત બનાવે છે. તે ગાલની પાછળની બાજુએ અનુભવી શકાય છે. સ્વિટ્ઝર્લેન્ડની બેસેલ યુનિવર્સિટીના બાયોમેડિસિન વિભાગના લેક્ચરર અને રિસર્ચ પેપરના લેખક સ્ઝિલ્વિયા મેઝે (Szilvia Mezey)એ જણાવ્યું હતું કે સ્નાયુનો આ ઊંડો ભાગ અગાઉ જાણીતા બે સ્તરોથી સંપૂર્ણપણે અલગ છે.

Topic | VTV Gujarati

જડબાને સ્થિર કરે છે સ્તર

સ્ઝિલ્વિયા મેજીએ કહ્યું કે આ સ્તર નીચેના જડબાને સ્થિર કરવામાં મદદ કરે છે. બેસલ યુનિવર્સિટીના સેન્ટર ઑફ ડેન્ટલ મેડિસિનનાં પ્રોફેસર અને ડૉ. જેન્સ ક્રિસ્ટોફ ટર્પે(Jens Christoph Turp)જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શરીરરચના સંશોધનમાં છેલ્લા 100 વર્ષમાં કોઈ કસર બાકી નથી, તેથી તેને સદીની શોધ ગણી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ