સંશોધકોએ લેબમાં એક નવા બેક્ટેરિયા શોધ્યા છે. આ બેક્ટેરિયા ઊર્જા માટે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કંપાઉન્ડના બદલે કાર્બન ડાયોક્સાઇડને પચાવવામાં સક્ષમ છે. તેના વિકાસથી આવનારા સમયમાં એવા પ્રોજેક્ટનો રસ્તો ખૂલી શકે છે જેમાં બેક્ટેરિયાના ઉપયોગથી પર્યાવરણ માટે ખતરનાક ગ્રીન હાઉસ ગેસના સ્તરને ઘટાડી શકાય છે.
ઇઝરાયલના સંશોધકોના જણાવ્યા અનુસાર ધરતી પર મળી આવતા સૂક્ષ્મ જીવોની બે શ્રેણી છે. એક ઓટોટ્રોફ્સ છે, જે કાર્બન ડાયોક્સાઇડને બાયોમાસમાં ફેરવે છે. જ્યારે બીજો હેટેરોટ્રોફ્સ છે, જે ઓર્ગેનિક કંપાઉન્ડનું સેવન કરે છે.
સંશોધકોએ ઇ-કોલી નામના બેક્ટેરિયાને કાર્બન ડાયોક્સાઇડ પચાવનાર બનાવી દીધા. તેમણે જણાવ્યું કે બાયોમાસમાં ઓટોટ્રોફ્સ ઓર્ગેનિઝમનું વર્ચસ્વ હોય છે. તેની મોટા ભાગના ખાદ્યપદાર્થો અને ઇંધણની ઉત્પત્તિમાં મહત્ત્વની ભૂમિકા હોય છે.
ઈ કોલી બેક્ટેરિયાની માઈક્રોસ્કોપીક તસ્વીર
બાયોમાસ કાર્બનિક પદાર્થ છે, જે વનસ્પતિ અને પશુઓમાંથી પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં આ બેક્ટેરિયામાં અન્ય જરૂરી બદલાવ કરીને વાયુમંડળમાંથી ગ્રીન હાઉસ ગેસને ઘટાડવામાં મદદ મળી શકે તેમ છે.