બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Schools in Gujarat have been started with 100% capacity from today

ખુશખબર / આનંદો: વિદ્યાર્થીઓ માટે આજે હરખનો દિવસ, આજથી 100 ટકા ક્ષમતા સાથે રાજ્યની શાળાઓ શરૂ

Ronak

Last Updated: 11:29 AM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજથી શાળાઓ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરી દેવામાં આવી છે એટલે વિદ્યાર્થીઓ પાસે હવે ઓનલાઈન શિક્ષણનોવ વિકલ્પ નહી રહે. કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • કોરોનાના કેસ ઘટતા સરકારે લીધો મોટો નિર્ણય 
  • આજથી રાજ્યની શાળાઓમાં 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ 
  • વિદ્યાર્થીઓ પાસે હવે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ નહી 

કોરોનાની એન્ટ્રી થયા બાદ શાળાઓ પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. છેલ્લા 2 વર્ષથી ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને પણ ઘમી મુશ્કેલી પડતી હતી. જોકે થોડાક સમય પહેલા સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કેસ વધતા શાળાઓ પછી બંધ કરી ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

100 ટકા ઓફલાઈન શિક્ષણ 

જોકે હવે કોરોનાના કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી ઘટતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આજથી હવે ફરી 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં હવે આનંદ જોવા મળી રહ્યો છે. 

કેસ ઘટતા સરકારે મોટો નિર્ણય લીધો 

આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હતી. પરંતુ કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમા પણ હવે તો સરકાર દ્વારા 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

ઓનલાઈન શિક્ષણ બંધ 

ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ નહી રહે તેમણે શાળાઓમાં જ અભ્યા. કરવા જવું પડશે. એટલે કે પહેલાની જેમ વિદ્યાર્થીઓ હવે શાળામાંજ અભ્યાસ કરી શકશે. જોકે કોવિડ પ્રોટોકોલના પાલન કરવું ફરજિયાત રહેશે અને પ્રોટોકોલ સાથેજ શાળાઓનું સંચાલન થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Reopens gujarat offline education school ઓનલાઈન શિક્ષણ બંધ ગુજરાત શાળાઓ ખૂલી school reopen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ