બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / School start in Gujarat with news syllabus and vacation plan semester plan
Gayatri
Last Updated: 08:23 AM, 14 September 2020
ADVERTISEMENT
રાજ્યના શિક્ષણ વિભાગે સ્કુલ કોર્સ, રજા અને વેકેશનને લઇ પ્લાન તૈયાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી ધોરણ 9થી 12ની સ્કૂલોમાં 30 ટકા સુધીના કોર્સમાં કાપ મુકાઈ શકે છે. આ 30 ટકા કોર્સ એવો જ કપાશે કે જે આગળના ધોરણમાં આવતા પ્રકરણ સાથે જોડાયેલો નહીં હોય. કાપ મુકાયેલા કોર્સને શિક્ષકોએ ભણાવવાનો રહેશે, પરંતુ પરીક્ષામાં આ કોર્સમાંથી કોઇપણ પ્રશ્ન પુછાશે નહીં. માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે હેતુથી તમામ કોર્સ શિક્ષકોએ પણ ભણાવવાનો રહેશે.
ADVERTISEMENT
જાહેર રજાઓ અને વેકેશનના દિવસોમાં પણ ઘટાડો થઇ શકે છે
આ સાથે શૈક્ષણિક દિવસોની ભરપાઇ કરવા માટે જાહેર રજાઓ અને વેકેશનના દિવસોમાં પણ ઘટાડો થઇ શકે છે. ઓફલાઇન સ્કૂલો શરૂ થયા બાદ અત્યાર સુધી શનિવારે સ્કૂલો અડધા દિવસ માટે ચાલતી હતી તે હવે પૂરો સમય ચાલશે. એટલે કે સોમવારથી શનિવાર દરમિયાન સ્કૂલનો સમય એક સરખો જ રહેશે.
2021માં પરીક્ષાનો સમય બદલાશે
મળતી માહિતી મુજબ બોર્ડના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથે વારંવાર બેઠકો બાદ 30 ટકા જેટલો કોર્સ ઘટે તેવી વકી તમામ અધિકારીઓ દ્વારા શિક્ષણમંત્રીને કરાઇ હતી, પરંતુ શિક્ષણમંત્રીએ સૂચના આપી હતી કે, જે પ્રકરણ પરીક્ષા માટે કાપ મૂકીએ છીએ તે પ્રકરણ શિક્ષકોએ ભણાવવાના રહેશે. જેથી વિદ્યાર્થીને ભવિષ્યમાં તકલીફ ન થાય. આવનારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેની જાહેરાત થઇ શકે છે. ઉપરાંત દર વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચના શરૂઆતના 15 દિવસમાં યોજાતી હોય છે. ત્યારે હવે 2021માં બોર્ડની પરીક્ષા માર્ચના અંતમા અથવા એપ્રિલના શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT