બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણ જગત શર્મસાર, આચાર્ય અને શિક્ષકે 20 જેટલા બાળકો સાથે આચર્યુ કુકર્મ
Last Updated: 10:16 PM, 6 July 2025
જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આક્ષેપ લાગ્યો છે. ભેંસાણમાં આવેલા અમર શૈક્ષણિક સંકુલની આ ઘટના છે..જ્યાં 20 થી વધુ બાળકો સાથે આચાર્ય અને શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓેએ આ મામલે પોતાના વાલીઓને વાત કરતા સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાયો હતો.. વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓને રાત્રિના સમયે બોલાવીને તેમની સાથે શારિરીક ચેનચાળા કરવામાં આવતા હતા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.. જો કે વાલીઓએ હાલ પૂરતુ ફરીયાદ નહીં કરવાનું વલણ અપનાવ્યું હતું. દરમ્યાન બાળ સુરક્ષા એકમના લિગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દ્વારા ભોગ બનેલા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસે હાલ આરોપી આચાર્ય અને શિક્ષકની અટકાત કરી છે.
આ પણ વાંચોઃ VIDEO: પ્રેમી સાથે અંગત પળો માણી, અશ્લીલ વીડિયો વાયરલ થતા યુવતીનો આપઘાત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.