school fees will be increased in private schools in Rajkot city and district
ક્યાં જવું? /
ગુજરાતના આ જિલ્લાની શાળાઓ ઝીંકશે ફી વધારો, વાલીઓના ખિસ્સા પર પડશે વર્ષે 700 રૂપિયાનો માર
Team VTV11:04 PM, 25 Jan 22
| Updated: 11:09 PM, 25 Jan 22
કોરોના કાળ વચ્ચે રાજકોટની શાળાઓમાં થશે ફી વધારો, જે સ્કૂલોની વાર્ષિક ફી 10 થી 15 હજાર છે તેવી 3500 ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી
રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી શાળામાં ફી વધારો થશે
3500 ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી
જે સ્કૂલોની વાર્ષિક ફી 10 થી 15 હજાર છે તેઓની જ ફી વધારાશે
કોરોનાની ત્રીજી લહેરમાં વાલીઓ કફોડીપરિસ્થિતિમાં મૂકાયા છે.કોરોનાનું સંક્રમણ વધતા શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે.પરંતુ શાળાઓએ સંપૂર્ણ ફી ઉઘરાવી છે.ત્યારે વાલીઓએ 25 ટકા ફી માફીની માગ કરી છે...ગત વર્ષે પણ કોરોનાની મહામારી દરમિયાન શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હતું. ત્યારે કોરોના કાળ વચ્ચે રાજકોટની શાળાઓમાં ફી વધારો ઝીંકાશે, તો 15 હજારથી વધુની ફી ધરાવતી શાળાઓના ફી વધારાની વિચારણા ચાલી રહી છે જેની માહિતી ફી નિર્ધારણ કમિટી દ્વારા આપવામાં આવી છે.
3500 ખાનગી સ્કૂલો ફી વધારશે
રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી શાળામાં ફી વધારો થશે જેમાં 3500 ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી છે જે મુજબ રાજકોટ ઝોનની 60 ટકા સ્કૂલોમાં 5 થી 10 ટકા જેટલો વધારો થશે. જિલ્લાની 1200 સ્કૂલોએ 5 ટકા થી 10 ટકા જેટલો વધારો થશે.
વર્ષે 700 રૂપિયાનો ફી વધારો
જે સ્કૂલોની વાર્ષિક ફી 10 થી 15 હજાર છે તેઓની જ ફી વધારાશે જેમાં વર્ષે 700 રૂપિયાનો ફી વધારો વાલીઓના ખિસ્સા ઢીલા કરશે તો બીજી તરફ 15 હજારથી વધુની ફી ધરાવતી શાળાઓના ફી વધારાની હજુ વિચારણા કરવામાં આવી છે તેવી માહિતી પણ મળી રહી છે.
સંચાલકોની શાળા શરૂ કરાવા માંગ
રાજ્યમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતાં રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી રજૂઆત કરી શાળામાં ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ત્રીજી લહેરની અસરો દેખતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી અગામી 31મી જાન્યુઆરી સુધી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો આદેશ કર્યો હતો. આમ હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ આંશિક રૂપે ઘટતા શાળા સંચાલકો દ્વારા સરકાર સમક્ષ ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવામાં માંગ કરવામાં આવી હતી.
31 જાન્યુઆરી બાદ ઓફલાઈન સ્કૂલો શરૂ નહીં થાય- સૂત્રો
જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં અગામી 31મી જાન્યુઆરી બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ નહીં કરવામાં આવે છે. તેમજ સ્કૂલ શરૂ કરવા બાબતે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે. તેમજ સંક્રમણ ઘટશે તો જ અગામી 6થી 9 ધોરણનું ઓફલાઈનશિક્ષણ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતાં કોરોના કહેરના પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો