Team VTV03:38 PM, 14 Dec 19
| Updated: 03:38 PM, 14 Dec 19
નાના-નાના ભૂલકાઓ જ્યારે શાળાએ જતા હોય છે ત્યારે તેમના માતા-પિતાને ભૂલકામાં આવનારા ભવિષ્યના દર્શન થતા હોય પણ ખરેખર એ ભવિષ્ય જ્યારે તેઓ સ્કુલ ડ્રાઈવર કે શાળાના હવાલે કરતા હોય ત્યારે તેમના જીવ જોખમમાં મુકાય એ કેટલી હદે યોગ્ય કહેવાય? સુરતમાં એક ખાનગી શાળાનો ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં નશાની હાલતમાં સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપાયો
રેડિયન્સ ઈંગ્લિશ એકેડમી સ્કૂલની બસમાં હતો પીધેલો ડ્રાઈવર
જીવના જોખમે 20 વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા મુસાફરી
સુરતના ખટોદરા વિસ્તારમાંથી ખાનગી સ્કૂલની બસના ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો છે. રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી સ્કૂલની બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો. બસમાં શાળાના બાળકો સવાર હતા. આ તમામ બાળકોએ પણ ડ્રાઈવર વિશે પોલીસને બાતમી આપી હતી.
20 બાળકોનો જીવ મુકાયો જોખમમાં
આ બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવરમાંથી ખુબ જ દુર્ગંધ આવી રહી હતી. રસ્તામાં બે વખત બસનો અકસ્માત થતા પણ બચ્યો હતો. ત્યારે ખટોદરા પોલીસે સ્કૂલની બસ કબ્જે કરીને ડ્રાઈવરની અટકાયત કરીને કાર્યવાહી હાથધરી છે.