Team VTV08:32 AM, 10 Feb 20
| Updated: 09:31 AM, 10 Feb 20
નવસારી પાસે ચીખલી નજીક એક સ્કૂલ પ્રવાસે જઇ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. પ્રાથમિક જાણકારી મુજબ આ સ્કૂલ બસ અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાની છે. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને સાપુતારના પ્રવાસે લઇને જવામાં આવી રહ્યાં હતાં. આ અકસ્માતમાં 20 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
નવસારી પાસે ચીખલી નજીક સ્કૂલ પ્રવાસ બસને નડ્યો અકસ્માત
અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકોને નડ્યો અકસ્માત
બસમા 54 વિધાર્થીઓ હતા સવાર, 20 વિધાર્થીઓને નાની મોટી ઇજા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અંકલેશ્વરમાં આવેલી અમૃતપુરા પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસે લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે નવસારી પાસે ચીખલી નજીક સ્કૂલ બસને પ્રવાસ નડ્યો હતો. આ અકસ્માત રાણકુવાથી વાસંદા માર્ગ પાસે થયો હતો.
આ સ્કૂલ બસમાં કુલ 54 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી અંદાજે 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકોને આજરોજ સાપુતારના પ્રવાસે લઇ જવામાં આવી રહ્યાં હતા. આ અકસ્માત ચીખલી નજીક રાણકુવાથી વાસંદા માર્ગ પર થયો હતો. એક મળતી જાણકારી મુજબ વધુ ઇજાગ્રસ્ત બાળકોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.