બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / school and inter city buses need to install fire alarm protection system mandatory

જરૂરી / મુસાફરોની સુરક્ષા સાથે હવે રમત નહીં ચાલે, કેન્દ્રએ બસોમાં આ સિસ્ટમ લગાવવા આપ્યા આદેશ

Premal

Last Updated: 01:10 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે લાંબા અંતરવાળી પેસેન્જર બસ અને સ્કૂલ બસોમાં ફાયર એલાર્મ અને સપ્રેશન સિસ્ટમ લગાવવી ફરજીયાત કરી દીધી છે.

  • રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનું નિવેદન
  • પેસેન્જર બસ અને સ્કૂલ બસોમાં ફાયર એલાર્મ સિસ્ટમ ફરજીયાત
  • ફાયર એલાર્મ વાગતા જ મુસાફરો તરત બસમાંથી બહાર નિકળી શકશે 

મુસાફરોના બેસવાના ભાગમાં સિસ્ટમ લગાવાશે

મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, લાંબા અંતરનો પ્રવાસ નક્કી કરવા માટે બનાવવામાં આવેલી અને સંચાલિત કરાયેલી પેસેન્જર બસ અને સ્કૂલ બસોમાં જ્યાં મુસાફરો બેસે છે, તે ભાગમાં આગ લાગે છે તેનાથી બચવા માટે બચાવ સિસ્ટમ લગાવવી પડશે. મંત્રાલય તરફથી 27 જાન્યુઆરીએ આ સંદર્ભે સૂચના જાહેર કરી દીધી છે. જો કે, વાહનોના એન્જિનવાળા ભાગમાંથી નિકળતી આગની ઓળખ માટે એલાર્મ અને સપ્રેશન સિસ્ટમની વ્યવસ્થા છે. વાહન ઉદ્યોગ ધોરણ 135 મુજબ એન્જિનમાં આગ લાગવાની સ્થિતિમાં આ સિસ્ટમ સંતર્ક કરી નાખે છે. 

આગને કાબુ કરી શકાશે

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે કહ્યું, ટાઈપ-3 બસ અને સ્કૂલ બસની અંદર મુસાફરોને બેસવાના ભાગમાં ફાયર એલાર્મ સિસ્ટમ લગાવવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ટાઈપ-3 બસો લાંબુ અંતર નક્કી કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. ફાયર એલાર્મ વાગતા જ મુસાફર તાત્કાલિક સંતર્ક થઇને બસમાંથી બહાર નિકળી શકશે. ફાયર સિસ્ટમ હેઠળ આગ લાગ્યા પહેલાં ધૂમાડો ઉડવાની સ્થિતિમાં તાત્કાલિક એલાર્મ વાગવા માંડશે અને શરૂઆતમાં જ આગને કાબુ કરવામાં મદદ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Fire Alarm Inter City Bus Protection System school bus Fire Alarm Protection System
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ