બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જે ઘટના બની તેને સમાજ સાથે લેવાદેવા નથી' ગણેશ જાડેજાના સમર્થનમાં અનુસુચિત જાતિ સમાજ

નિવેદન / 'જે ઘટના બની તેને સમાજ સાથે લેવાદેવા નથી' ગણેશ જાડેજાના સમર્થનમાં અનુસુચિત જાતિ સમાજ

Last Updated: 10:53 AM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં દીકરાની ધરપકડને લઈને સમાજના આગેવાનોએ નિવેદન આપ્યું છે. તેમજ પૂર્વ ધારાસભ્યનાં સમર્થનમાં અનુસિચિત જાતિ સમાજ આવ્યો છે.

ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં દીકરાની ધરપકડને લઈને સમાજનાં આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અનુસિચિત જાતિ સમાજનાં નારણ પરમારે નિવેદન સામે આવ્યું છે. જે ઘટના બની છે તેને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. તેમજ અનુસિચિત જાતિ સમાજનાં બધા કામોમાં જયરાજસિંહનો પરિવાર સાથે ઉભો રહ્યો છે. તેમજ પરિવારનાં દરેક સભ્યોએ સમાજનાં કામોમાં આગળ રહીને કામ કર્યું છે.

જેલ હવાલે કરાયો ગણેશ જાડેજા

પોલીસે ગણેશ જાડેજાની 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇન્કાર કરતા આરોપીને હવે જેલ હવાલે કરાયો છે.

ધરપકડ પહેલાનો ઘટનાક્રમ

આ પહેલા જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ મામલે ધોરાજી ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું .. અને ગણેશ જાડેજાની ધરપકડની માંગ કરાઇ હતી. સાથે જ ચીમકી અપાઇ હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વધુ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ, પૂછપરછમાં રજૂ કરી ખોટી મિનિટ્સ નોટ

શું હતી સમગ્ર ઘટના ?

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.. જે બાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. અને તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી. સંજય સોલંકી દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર છે.. આ ઘટનામાં ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Naran Parmar statement Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ