બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, હવામાન વિભાગની 'રાહત'ભરી આગાહી
Last Updated: 08:03 AM, 8 September 2024
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા લોકોએ કંઈક અંશે રાહત મેળવી છે. આજે ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. પરંતું રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આજે કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં છુટાછવાયા વરસાદ પડી શકે
ADVERTISEMENT
રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 51 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજયનમાં 28 ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે.
ક્યાંય રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી
ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમ હટી જતા વરસાદનું જોર ઘટવા પામ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે અઠવાડિયાનાં અંતમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે. હવે રાજ્યમાં ક્યાંય રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ઉઘાડ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી.
હવે આગામી સમયમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો મધ્યપ્રદેશ સુધી આવે તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.