બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / શ્રાવણીયા માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના કયા-કયા જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે, જુઓ આગાહી
Last Updated: 08:27 AM, 7 August 2024
સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીગ બાદ વરસાદને વિરામ લીધો છે. સૌરાષ્ટ્રમાં આજથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આજનું હવામાન બુલેટિન જાહેર કર્યું હતું. અમરેલી જીલ્લામાં આજે વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ADVERTISEMENT
અમરેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ADVERTISEMENT
અમરેલી જીલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અમરેલી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.
જામનગરમાં છૂટો છવાયો વરસાદ પડશે
જામનગર જીલ્લામાં આજે વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં છૂટા છવાયા વરસાદને કારણે વાતાવરણ હુંફાળું તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે. મોરબી જીલ્લામાં પણ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
દ્વારકામાં વાદળછાયું વાતાવરણ રહેશે
દરિયા કિનારાનો વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકામાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમજ દ્વારકા સહિત આજુબાજુનાં અન્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
વધુ વાંચોઃ જૂના પહાડીયા ગામ બારોબાર વેચવાનો કેસ, પ્રાંત અધિકારીએ દસ્તાવેજ કર્યો નામંજૂર
સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગરમાં આજે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રતિ કલાકે 28 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.