કૌભાંડી વિજય માલ્યા પર ઘેરાઈ SBI, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલે ઉઠાવ્યો સવાલ

By : vishal 02:16 PM, 14 September 2018 | Updated : 04:42 PM, 14 September 2018
વિજય માલ્યાના કૌભાંડ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સવાલ ઉઠાવ્યા છે. દવેએ કહ્યુ્ં કે, વિજય માલ્યા ફરાર થાય તે પહેલાં તેઓએ લગભગ 24 કલાક
પહેલા SBIને માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવાની સલાહ આપી હતી. 

એટલું જ નહીં દવેએ દાવો કર્યો છે કે, માલ્યાને ફરાર થતા રોકવા માટે SBIને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાનું કહ્યું હતું. પરંતુ તેઓ કોર્ટની બહાર રાહ જોતા રહ્યા અને SBIના કોઈ અધિકારી કોર્ટ પહોંચ્યા
નહીં. 

આ ગંભીર આરોપ પર  SBIના ચેરમેન રજનીશકુમારે સફાઈ આપતા કહ્યું કે, એવું જરૂરી નથી કે, કોઈ હાઈ વેલ્યૂ ક્લાયન્ટનો મામલો ચેરમેન સામે લાવવામાં આવે. જો કે, આવા મામલે SBIના પ્રમુખ કંઈ ન
કરી શકે. 

રજનીશકુમારના મતે, બેંકના ગમે તેટલા મોટા ક્લાયન્ટ હોય અને દેવાનો મામલો ગમે તેટલો ગંભીર હોય તેના માટે બેંકની એક ખાસ ટીમ છે જે આ પ્રકારના નિર્ણય લે છે. રજનીશકુમારે કહ્યું કે, તેઓ બેંકના આ
મામલે જોડાયેલા દસ્તાવેજોને જોયા બાદ જ બતાવી શકશે કે પૂર્વ ચેરમેનને આ જાણકારી હતી કે નહીં, પણ આ મામલે તપાસ કરીશું કે ક્યાં ગરબડ થઈ છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story