બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ, ભળતા નામના ઉપયોગથી કરાવી ખોટી વારસાઈ

ગુજરાત / ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ, ભળતા નામના ઉપયોગથી કરાવી ખોટી વારસાઈ

Last Updated: 07:28 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં અમદાવાદના વ્યક્તિ દ્વારા ભળતા નામનો ઉપયોગ કરીને ખોટી વારસાઇથી ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યુ હતુ. જેને લઇ ખેડૂતોને હાલાકી વેઠવાની વારી આવી છે.

આણંદમાં ભળતા નામનો દુરુપયોગ કરી ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું. અમદાવાદના વ્યક્તિએ નામનો દુરુપયોગ કરીને આણંદના 29 ખેડૂતોની જમીન પચાવી લીધી હતી. મળતી માહિતી મુજબ ચંદુભાઈ મંગળભાઈ નામના 29 ખેડૂતોની જમીનમાં અમદાવાદના વ્યક્તિએ વારસાઈ કરાવી હતી. જેને લઇ તમામ ખેડૂતોની જમીનોમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૂર્વ પોલીસ અધિકારીના વારસદારોએ ચંદુ મંગળ નામના ખેડૂતોની જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી હતી. જેથી આજે આણંદ કલેક્ટરની કોર્ટમાં 29 ચંદુભાઈ નામના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા.

ત્યારે કોના ઈશારે આટલા ચંદુભાઈ નામના ખેડૂતોના દસ્તાવેજમાં એન્ટ્રી થઈ તે મોટો સવાલ ઉભો થયો છે. સાથે આ સમગ્ર પ્રકરણમાં ઊંડાણ પૂર્વકની તાપસ થાય તો મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.

આ પણ વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો

ભોગ બનનાર ચંદુભાઈ મંગળભાઈએ જણાવ્યુ હતુ કે કલેક્ટ કચેરીમાંથી મારી જમીનમાં ઓનલાઇન વારસાઇ થવાની નોટિસ આવી હતી. જેમાં ચંદુભાઇ મંગળભાઇનું મૈયત 12-5-1985 માં બતાવ્યુ હતુ. હાલ મારી ઉંમર 45 વર્ષની છે અને અમારી 6 નંબરની એન્ટ્રીમાં મારુ મૃત્યુ થયું હોવાનું કોઇએ લખાવ્યું છે. અને આ રીતે અમદાવાદનો ગોપાલ બ્રહ્મભટ્ટ ખોટી વારસાઇ કરીને પેઢીમાં નામ દાખલ કરી રહ્યા છે. જેને લઇ આજે કચેરીએ આવવાની વારી આવી છે. આ બાબતે તંત્ર દ્વારા પણ કોઇ ઉકેલ ન આવતા ઘંધો રોજગાર છોડીને કચેરીઓના ધક્કા ખાવાની વારી આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

land grabbing Land Grabbing Act Anand News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ