દ્વારકા / રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની મતદાન કરવાની અરજી ફગાવી

રાજ્યસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે...સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની મતદાન કરવાની અરજી ફગાવી છે. દ્વારકા સીટ પરથી મતદાન કરવા માટેની પબુભા માણેકની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. જેને લઈને હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ અગાઉ પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ