સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં મસ્જિદ નિર્માણ માટે ગઠિત અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટે એક સરકારી ઉમેદવારની નિયુક્તિને લઈને નિર્દેશ આપવાની માંગ કરી છે. આ અરજી અયોધ્યા મામલામાં હિંદુ પક્ષના એક વકીલ કરુણેશ શુક્લાએ પોતાના વકીલ વિષ્ણુ જૈનના માધ્યમથી દાખલ કરી છે.
આ અરજી અયોધ્યા મામલામાં હિંદુ પક્ષના એક વકીલે દાખલ કરી છે
મસ્જિદ ટ્રસ્ટે એક સરકારી ઉમેદવારની નિયુક્તિને લઈને નિર્દેશ આપવાની માંગ કરી
ઉત્તર પ્રદેશના સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના સર્વૌચ્ચ ન્યાયાલયના નિર્દેશ પર ઉત્તર પ્રદેસ સરકારે અયોધ્યામાં ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે 15 સભ્યોનું ટ્ર્સ્ટ ‘ઇન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન બનાવ્યું છે. અયોધ્યા વિવાદાસ્પદ ભૂમિના મામલામાં ગત 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ જમીન પર મંદિર નિર્માણ માટે એક ટ્ર્સ્ટનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે સરકારને સુન્ની વકફ બોર્ડને પણ મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં વૈકલ્પિક સ્થાન પર 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. જેને પગલે ઉત્તર પ્રદેશ સરકારે ધન્નીપુર ગામમાં 5 એકર જમીન ફાળવી હતી અને બોર્ડે ફેબ્રુઆરી 2020માં તેને સ્વીકારી હતી અને બોર્ડે ‘ઇન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન’ બનાવ્યું છે.
ટ્રસ્ટમાં 15થી વધારે ટ્ર્સ્ટી હશે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ તેના સંસ્થાપક ટ્રસ્ટી હશે. જ્યારે જફર અહમદ ફારુકી મુખ્ય ટ્સ્ટી, અધ્યક્ષ હશે. ટ્ર્સ્ટ એક ધર્માર્થ હોસ્પિટલ, સાર્વજનિક પુસ્તકાલય અને ભારત - ઈસ્લામી સભ્યતાના વારસાને પ્રદર્શિત કરનાર એક કેન્દ્ર બન્યું છે.