બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / Budget / SC grants interim relief in loan moratorium case, further hearing on September 10

લોન ચૂકવણી / મૉરેટોરિયમ મામલે SCએ આપી આ વચગાળાની રાહત, વધુ સુનાવણી 10 સપ્ટેમ્બરે

Nirav

Last Updated: 06:04 PM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન મોરટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે લોકોને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ બેંક લોન ખાતું ઓગસ્ટ સુધીમાં NPA જાહેર કરવામાં નહીં આવે, તો પછીના બે મહિના સુધી તેને NPA જાહેર ન કરવું જોઈએ.

  • સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે લોન મોરેટોરિયમ કેસ
  • હવે આગલી સુનાવણી 10 સપ્ટેમ્બરે થશે
  • સુપ્રીમ કોર્ટે ગુરુવારે વચગાળાની રાહત આપી છે

નોંધપાત્ર વાત એ છે કે, જો સતત ત્રણ મહિના સુધી લોનની EMI જમા કરવામાં આવતી નથી, તો બેંકો તેને NPAએટલે કે નોન પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરે છે. NPA એટલે કે બેન્કો તેને બેડલોન માને છે જેની પરત ચૂકવણીની અપેક્ષાઓ ઓછી હોય છે. આવી લોન લેનારાઓની રેટિંગ બગડે છે અને આગળ તેમને લોન મેળવવામાં મુશ્કેલી પડે છે.

લોન મોરેટોરિયમ કેસમાં સુનાવણી હવે આવતા સપ્તાહે 10 સપ્ટેમ્બરના રોજ ચાલુ યોજાશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના નિરીક્ષણો ખૂબ મહત્વના હતા જેમાં તેમણે કહ્યું હતું કે, જો લોકો કોઈને લોન નહીં ચૂકવે તો સરકારે તેમની ઉપર દબાણપૂર્વક કાર્યવાહી ન કરવી જોઈએ.

સરકારે દાખલ કર્યું છે સોગંદનામું 

સરકારે સોમવારે લોન મુદત અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે સંકેત આપ્યો છે કે આ મુદત બે વર્ષ માટે લંબાવી શકાય છે. પરંતુ ફક્ત થોડા જ ક્ષેત્રોમાં તે મળશે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, વ્યાજ પરના મુદ્દા અંગે રિઝર્વ બેંક નિર્ણય લેશે.

સરકારે કયા ક્ષેત્રોને વધુ રાહત આપી શકાય તેની સૂચિ રજૂ કરી છે. સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ''કેન્દ્ર સરકાર માને છે કે બેન્ક સેક્ટર એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, એવા કેસમાં વ્યાજમાફીને માન્યતા આપી શકાય નહીં, જો કે લોકો પરના પેમેન્ટ પ્રેશરને ઓછું કરી શકાય છે.''

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,''અમે આવા ક્ષેત્રની ઓળખ કરી રહ્યા છીએ કે જેનાથી તેઓને કેટલું નુકસાન થયું છે તે જોતાં રાહત મળે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે વધુ વિલંબ થઈ શકશે નહીં.''

આખો મામલો શું છે?

કોવિડ -19 રોગચાળાને પગલે, RBI એ 27 માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં ત્રણ મહિનાના સમયગાળા માટે હપ્તાઓની ચુકવણી કરવાની મંજૂરી આપી હતી. 22 મેના રોજ, RBI એ 31 ઓગસ્ટ સુધી વધુ ત્રણ મહિના માટે લોન ચૂકવણીની મુદ્દતમાં વધારો કરી આપ્યો હતો,  પરિણામે લોનના EMI પર છ મહિનાનો વધારો થયો હતો. 

પરંતુ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બેન્કો EMI આપવા સાથે વ્યાજ પણ વસૂલ કરે છે, જે ગેરકાયદેસર છે. મોટાભાગની EMI ફક્ત વ્યાજની છે અને બેન્કો પણ તેના પર વ્યાજ વસૂલતી હોય છે. એટલે કે વ્યાજ ઉપર પણ વ્યાજ લેવામાં આવે છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે RBI અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government EMI Loan Moratorium NPA RBI Supreme Court loan repayment લોન ચૂકવણી Loan repayment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ