બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / UPIથી લેવડ દેવડ કરનારા માટે મોટો ખતરો, SBIએ જાહેર કર્યું એલર્ટ
Last Updated: 04:52 PM, 13 January 2025
ભારત જેટલી ઝડપથી ડિજિટલ બની રહ્યો છે, તેટલી જ ઝડપથી દેશમાં સાયબર ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. જ્યાં સુધી લોકો એક પ્રકારના ફ્રોડને લઈને જાગૃત બને ત્યાં સુધીમાં એક નવી ફ્રોડની પદ્ધતિ સામે આવી રહી છે. અત્યારે UPIના નામે થતા ઘણા મામલા ઝડપથી વધી રહ્યા છે. જો તેમ પણ UPI થી લેવડદેવડ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તો ચાલો આના વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
SBI એ જાહેર કરી ચેતવણી
ADVERTISEMENT
દેશના સૌથી મોટા સરકારી બેંક-સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને એક ટેક્સ્ટ મેસેજ કરીને ચેતવણી આપી છે અને સતર્ક રહેવાની અપીલ કરી છે. SBIએ મેસેજમાં લખ્યું છે, "પ્રિય SBI ગ્રાહકો, અણધારી ડિપોઝિટ પછી તાત્કાલિક પૈસા પાછા આપવાની વિનંતીઓથી સાવધ રહો. ચકાસણી વિના UPI એકત્રિત કરવાની વિનંતીઓને મંજૂરી આપશો નહીં."
UPIના નામથી કેવી રીતે થઈ રહ્યો છે ફ્રોડ
હકીકતમાં, એપ સ્ટોર પર ઘણી નકલી UPI એપ્સ ઉપલબ્ધ થઈ ગઈ છે, જે દેખાવમાં બિલકુલ ઓરીજનલ UPI જેવી જ છે. સાઇબર ક્રિમિનલ આ નકલી એપ્સના માધ્યમે તમને નંબર પર એક ટ્રાન્ઝેક્શન કરશે અને આનો સ્ક્રીન શોટ લઇ લેશે. આ બાદ તેઓ તમારા નંબર પર તમારા જ બેંકના નામથી એક નકલી મેસેજ મોકલશે કે UPIના માધ્યમે તમારા ખાતામાં પૈસા મળ્યા છે. હવે આ ગુનેગારો તમને સ્ક્રીનશોટ અને મેસેજનો ઉલ્લેખ કરીને ફોન કરશે અને કહેશે કે ભૂલથી તમારા નંબર પર UPIથી પૈસા મોકલવામાં આવ્યા છે. આ બાદ તે પોતાનો UPI નંબર આપીને વહેલી તકે પૈસા પાછા માંગશે.
વધુ વાંચો: UPI 123પે દ્વારા ઈન્ટરનેટ વગર જ કરી શકો ઓનલાઈન પેમેન્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
UPIના ઉપયોગ કરતાં બધા જ લોકોને સતર્ક રહેવું
જો તમારી સાથે પણ આવું થાય છે તો સાવધાન રહેવું. આવું થવા પર સૌથી પહેલા તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો. પછી તમારે UPI સાથે જોડાયેલું પોતાનું બેન્કનું એકાઉન્ટ ચેક કરવાનું છે કે શું હકીકતમાં તમારી પાસે પૈસા આવ્યા છે કે નહીં. જો તમારી પાસે પૈસા નથી આવ્યા તો સીધા જ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / વેલેન્ટાઇન વીક પુરું હવે ઉજવાશે એન્ટી વેલેન્ટાઇન વીક, જાણો કયા છે આ 7 અનોખા દિવસો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.