સાર્વજનિક ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંક (SBI) ગત નાણાંકીય વર્ષની બિન કામગીરી કરતી સંપત્તિ (NPA)માં અંદાજે 12,000 કરોડ રૂપિયાનું અંતર જોવા મળ્યું છે. એસબીઆઇ દ્વારા શેર બજારમાં મોકલવામાં આવેલી સૂચનામાં જણાવામાં આવ્યું છે કે ભારતીય રીઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ આકરણી અનુસાર ગયા નાણાકીય વર્ષમાં SBI નું કુલ એનપીએ 1,84,682 કરોડ રૂપિયા હતું. આ બેંક દ્વારા જાહેર કરાયેલ 1,72,750 કરોડ રૂપિયાના કુલ એનપીએ કરતાં 11,932 કરોડ રૂપિયા વધારે છે.
એસબીઆઇ દ્વારા એનપીએના આંકડા જાહેર કર્યા
અંદાજે 12,000 કરોડ રૂપિયાનું અંતર જોવા મળ્યું
SBI નું કુલ એનપીએ 1,84,682 કરોડ રૂપિયા હતું
આ રીતે બેંકનો શુદ્ધ એનપીએ 77,827 કરોડ રૂપિયા હતો. જ્યારે એસબીઆઇ દ્વારા 65,895 કરોડ રૂપિયાનો શુધ્ધ એનપીએ જાહેર કરવામાં આવ્યો હતો. આમ શુદ્ધ એનપીએમાં પણ 11,932 કરોડ રૂપિયાનો ફરક હતો.
આ કારણોસર બેંકે પોતાના જ ખાતામાં 12,036 કરોડ વધારા રૂપિયાની જોગવાણ કરવી પડત જેના કારણે અંદાજીત નુકસાન 6,968 કરોડ રૂપિયા જોવા મળત. એસબીઆઇએ આ વર્ષે મે મહિનામાં 2018-19માં 862 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.
આ સાથે આગળ જણાવામાં આવ્યું છે વર્તમાન નાણાંકીય વર્ષમાં અદ્યતન પછી ચાલુ નાણાકીય વર્ષમાં કુલ એનપીએની બાકી અસર 3,143 કરોડ રૂપિયા જોવા મળશે. ત્રીજા ત્રિમાસિક દરમિયાન 4,654 કરોડ રૂપિયાની જોગવાઇ કરવાની આવશ્યકતા પડશે.
એસીબીઆઇ દ્વારા ગત મહીને સર્ક્યુલરમાં જણાવામાં આવ્યું હતું કે તફાવત અને જોગવાઇમાં ખુલાસો મહત્વપૂર્ણ હોય છે. જેને લઇને તત્કાલ ખુલાસો કરવાની જરૂરિયાત હોય છે. આ સિવાય આ સૂચના મૂલ્યની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ હોય છે.