બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય સ્ટેટ બેન્કમાં બમ્પર ભરતી, પગાર 90,000થી પણ વધુ, ફટાફટ જાણી લો છેલ્લી તારીખ
Last Updated: 11:52 AM, 11 January 2025
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક. યુવાનો માટે બની શકે છે આ શ્રેષ્ઠ તક. SBIએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ અંગેની માહિતી મેળવવા તમે SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર મુલાકાત કરી શકો છો.
ADVERTISEMENT
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 151 જગ્યાઓ ભરવાની છે. આ પોસ્ટ પર અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે 23મી જાન્યુઆરી અથવા તો તે પહેલાં અરજી કરી શકો છો. સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ભરતી દ્વારા, ડેપ્યુટી મેનેજર અને ટ્રેડ ફાઇનાન્સ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: PM આવાસ યોજનાને લઈ સારા સમાચાર, ઘરના ઘર માટે હવે કરી શકાશે ઓનલાઈન અરજી
જેમાંથી 1 પોસ્ટ ડેપ્યુટી મેનેજરની અને બાકીની 150 પોસ્ટ ટ્રેડ ફાઇનાન્સ ઓફિસરની બહાર પાડી છે. એસબીઆઈમાં નોકરી મેળવવા માટેની લાયકાત અંગેની વાત કરીએ તો, તમે એસબીઆઈની સત્તાવાર સૂચનામાં આપેલી માહિતી ફોલો કરી શકો છો. SBI ડેપ્યુટી મેનેજરમાં ફોર્મ માટેની વય મર્યાદા 27 વર્ષથી 37 વર્ષ સુધીની છે અને ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર માટેની વય મર્યાદા 23 વર્ષથી 32 વર્ષ સુધીની છે.
પસંદગી પામેલા ઉમેદવારોને 64820-2340/1-67160-2680/10-93960ના પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે. જો કે પગાર ધોરણની વાત કરીએ તો, પગાર 93,960 જેટલો છે અને બાકી સ્કિલ પર નિર્ભર કરશે. ટ્રેડ ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોએ 6 મહિનાનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ કરવો પડશે.
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT