પોતાના ગ્રાહકો માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રિવેમ્પડ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ શરુ કરી છે જે સોનાની ફિક્સ્ડ ડિપોઝીટ (FD) સ્કીમ છે. ગ્રાહક આ સ્કીમ હેઠળ પોતાનું સોનુ કે સોનાના ઘરેણાં બેંકમાં FD કરાવી શકે જેથી સોનુ સુરક્ષિત રહે છે અને તેના પર વ્યાજ પણ મળે છે. આ સિવાય FD કરાવેલા સોના પર તમારે પ્રોપર્ટી ટેક્સ પણ આપવાનો રહેતો નથી. જરૂર પડે તો FDના આધારે લોન પણ લઇ શકાય છે.
આ સ્કીમ હેઠળ હાલ સ્ટેટ બેન્કની કેટલીક સિલેક્ટેડ બ્રાન્ચમાં જ સોનાની FD કરાવી શકાય છે. આ શાખાઓમાં પીબી બ્રાન્ચ નવી દિલ્હી એસએમઈ બ્રાન્ચ ચાંદની ચોક દિલ્લી કોઇમ્બતુર બ્રાન્ચ હૈદરાબાદ મેન બ્રાન્ચ ત્યાગરાયા નગર બ્રાન્ચ ચેન્નઇ બુલિયન બ્રાન્ચ મુંબઈ અને બેંગ્લોર મેઈન બ્રાન્ચ સામેલ છે.
STBD કેટેગરી હેઠળ એક વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. આ ટાઈમ લિમિટ પછી નક્કી સમયથી પહેલા પૈસા કાઢવા બદલ પેનલ્ટી લગાવાશે. MTGD કેટેગરી હેઠળ ઇન્વેસ્ટર 3 વર્ષ પછી સ્કીમમાંથી ક્યારેય પણ બહાર થઇ શકે છે. જોકે મેચ્યોરિટી પીરિયડથી પહેલા સ્કીમ તોડવા પર વ્યાજદરમાં પેનલ્ટી લગાવાશે. આ સિવાય LTGD કેટેગરીમાં 5 વર્ષ પછી ગોલ્ડ કાઢી શકાય છે. તેમાં પણ વ્યાજ દર પર પેનલ્ટી લગાવવામાં આવશે.
FDનો મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ ગ્રાહક પાસે વ્યાજ સહિત પોતાનું સોનુ પરત મેળવવાના બે વિકલ્પ મળે છે. એક તો સોના તરીકે પરત મેળવી શકે અથવા પછી સોનાની તાત્કાલિક કિંમત બરાબર કેશ મેળવી શકે છે. જોકે સોના સ્વરૂપે પરત લેવા પર 0.20% એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ વસૂલવામાં આવશે.
STBD કેટેગરી હેઠળ એક વર્ષ માટે FD કરવા બદલ 0.50 % વ્યાજ આપવામાં આવે છે. બે વર્ષ માટે 0.55% અને ત્રણ વર્ષ માટે 0.60% વ્યાજ આપવામાં આવે છે. આ સિવાય MTGD કેટેગરી હેઠળ 2.25%ના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. LTGD કેટેગરી હેઠળ ગોલ્ડની FD માટે 2.5 % ના વાર્ષિક દરે વ્યાજ અપાશે.
આ સ્કીમ હેઠળ SBIએ ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીમાં 1થી 3 વર્ષ માટે સોનુ જમા થઇ શકે છે જેને શોર્ટ ટર્મ બેન્ક ડિપોઝીટ (STBD) કહેવાય છે. બીજી કેટેગરીને મીડિયમ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ (MTGD) કહેવાય છે જેનો મેચ્યોરિટી પીરિયડ 5થી 7 વર્ષ છે. લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ (LTGD) કેટેગરી હેઠળ 12થી 15 વર્ષ માટે ગોલ્ડ ફિક્સ્ડ કરાવી શકાય છે.
રિવેમ્પડ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ હેઠળ ગ્રાહકે ઓછામાં ઓછું 30 ગ્રામ ગોલ્ડ જમા કરાવવાનું હોય છે. સોનુ જમા કરાવવાની મહત્તમ લિમિટ નક્કી કરાઈ નથી. તમે ગમે તેટલું સોનુ જમા કરાવીને તેના પર વ્યાજ મેળવી શકો છો.
ભારતીય ઈન્ડિવિજ્યુઅલસ પ્રોપ્રરાઈટશિપ અને પાર્ટનરશિપ ફર્મ હિંદૂ અવિભાજિત પરિવાર (HUF) સેબી સાથે રજીસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ / એક્સચેંજ ટ્રેડેડ ફંડ જેમ કે ટ્રસ્ટ અને કંપનીઓ આ સ્કીમ હેઠળ રોકાણ કરી શકે છે.