બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / SBIએ લોન્ચ કરી ફિક્સ્ડ ડિપોઝીટની જબરદસ્ત સ્કીમ 'અમૃત વૃષ્ટિ', સામાન્ય FD કરતા વધારે વ્યાજનો ફાયદો
Last Updated: 01:46 PM, 17 July 2024
જો તમે એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જે એકદમ સુરક્ષિત હોય અને તમને તેમાં 100% વળતર મળે? તો આ માટે તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે પસંદ કરી શકો છો, તે સંપૂર્ણપણે સલામત રોકાણ છે અને ભારતીય રોકાણકારો માટે સૌથી વધુ પસંદગીના રોકાણ વિકલ્પોમાંનું એક છે.
ADVERTISEMENT
જે રોકાણકારો તેમના રોકાણ પર જોખમ લેવા નથી માંગતા એમના માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એક FD સ્કીમ લઈને આવી છે, આ યોજનાનું નામ છે 'અમૃત દ્રષ્ટિ'. ખાસ વાત એ છે કે આ યોજના 15 જુલાઈ, 2024થી શરૂ થઈ છે અને આમાં તમારી પાસે વધુ વ્યાજ મેળવવાની તક છે. સાથે જ આ સ્કીમ ભારતીય અને NRI બંને ગ્રાહકો માટે છે.
ADVERTISEMENT
હવે જો રોકાણ પર મળતા વ્યાજ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ તમે 444 દિવસના રોકાણ પર 7.25 ટકા વાર્ષિક વ્યાજ મેળવી શકો છો. એટલું જ નહીં વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ પણ મળશે. એટલે કે આ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ મળશે.
આ સાથે જ સુપર સિનિયર સીટીઝન એટલે કે વધુ વરિષ્ઠ નાગરિકોને 8.05% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને સુપર સિનિયર સિટીઝન તરીકે ગણવામાં આવે છે. આ સ્કીમમાં વધુમાં વધુ 3 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે.
જણાવી દઈએ કે બેંકે અગાઉ 'અમૃત કલશ' નામની સમાન યોજના શરૂ કરી હતી. જેમાં સામાન્ય નાગરિકો માટે 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 400 દિવસના સમયગાળામાં 7.60 ટકા વ્યાજ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો
Priykant Shrimali
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.