સ્ટેટ બેંકની વેબસાઈટ અનુસાર, વિવિધ સમયગાળા માટે રૅટ 0.25 ટકાથી વધારીને 0.8 ટકા કરવામાં આવ્યા છે. નવા રૅટ 22 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
SBIએ લાગુ કર્યા નવા રૅટ
આજથી લાગુ થયા નવા રૅટ
જાણો કેટલો થયો વધારો
દિવાળી પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ચોક્કસ સમયગાળા માટે FD પરના વ્યાજ દરોમાં 0.8 ટકા સુધીનો વધારો કર્યો છે. સ્ટેટ બેંકની વેબસાઈટ અનુસાર, વિવિધ સમયગાળા માટે રેટ 0.25 ટકાથી વધારીને 0.8 ટકા કરવામાં આવ્યા છે.
નવા રૅટ 22 ઓક્ટોબરથી લાગુ થશે. બેંક દ્વારા એક સપ્તાહમાં બીજી વખત FDના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ચોક્કસ સમયગાળાની થાપણો પરના દરોમાં 0.9 ટકા સુધીનો વધારો થયો છે.
FD પર કેટલો વધ્યો રૅટ?
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વધારા સાથે 211 દિવસથી વધુ પરંતુ એક વર્ષથી ઓછા સમયગાળા માટે બે કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર 5.50 ટકા વ્યાજ મળશે. જે પહેલા 4.70 ટકા હતું. અન્ય મેચ્યોરિટી માટે વ્યાજ દર 0.25 ટકાથી વધારીને 0.60 ટકા કરવામાં આવ્યો છે.
ત્યાં જ 7 થી 45 દિવસના સમયગાળા માટે જમા રકમ પર વ્યાજ ત્રણ ટકા પર યથાવત રાખવામાં આવ્યું છે. 46 દિવસથી 179 દિવસની મુદત માટે FD પર વ્યાજ દર 4 ટકાથી વધારીને 4.5 ટકા કરવામાં આવ્યો છે. ત્યાં જ 180 દિવસથી 210 દિવસના સમયગાળા માટે એફડીના રૅટ 4.65 ટકાથી વધારીને 5.25 ટકા કરવામાં આવ્યા છે. ત્યાં જ 5 વર્ષથી 10 વર્ષના સમયગાળા માટે રૅટ 5.85 ટકાથી વધારીને 6.1 ટકા કરવામાં આવ્યા છે.
વરિષ્ઠ નાગરિકોને પણ મળી રાહત
વધતી મોંઘવારી વચ્ચે વરિષ્ઠ નાગરિકોને પણ રાહત મળી છે. વરિષ્ઠ નાગરિકો માટે 46 દિવસથી 179 દિવસના સમયગાળા માટે ડિપોઝિટ રેટ 4.5 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવ્યો છે. ત્યાં જ 180 દિવસથી 210 દિવસના સમયગાળા માટે જમા રકમ પર રૅટ 5.15 ટકાથી વધારીને 5.75 ટકા કરવામાં આવ્યા છે. ત્યાં જ 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટેના જમા રકમ પર રૅટ 5.2 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવ્યા છે.
એક વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા સમય માટે જમા રકમ પર રૅટ હવે 6.1 ટકાથી વધીને 6.6 ટકા થઈ ગયા છે. 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમય માટે જમા રકમ પર રૅટ 6.15 ટકાથી ઘટીને 6.75 ટકા થઈ ગયા છે. ત્યાં જ 3 થી 5 વર્ષ માટેના રૅટ 6.3 ટકાથી વધીને 6.6 ટકા અને 5 વર્ષથી 10 વર્ષ સુધીની થાપણો માટેના રૅટ 6.65 ટકાથી વધીને 6.9 ટકા થયા છે.