SBI, HDFC અને ICICI બેંક અને બેંક ઓફ બરોડા સિનિયર સિટિઝન્સને સ્પેશ્યલ FD ની ઓફર આપી રહી છે જે 30 જૂને બંધ થવા જઈ રહી છે. આ દરેક બેંક આ તારીખ સુધી વ્યાજ આપશે.
SBI, HDFC, BOB અને ICICI બેંક બદલી રહી છે નિયમ
બેંક 30 જૂનથી બંધ કરી રહી છે આ સુવિધા
સિનિયર સિટિઝન્સને સ્પેશ્યલ FDની ઓફર થશે બંધ
SBI, HDFC, BOB અને ICICI બેંક સિનિયર સીટીઝન્સને સ્પેશ્યલ FDની ઓફર આપી રહી છે. આ ઓફરને તે 30 જૂન 2021ના રોજ બંધ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બેંક સીનિયર સીટીઝન્સને માટે 2020માં ખાસ ઓફર લાવી હતી. જેમાં સિલેક્ટેડ મેચ્યોરિટી પીરિયડની એફડીમાં સીનિયર સીટીઝન્સને લાગૂ વ્યાજ પર 0.50 ટકા વધારે વ્યાજ આરવામાં આવતું હતું. એટલે કે રેગ્યુલર ખાતેદારોને મળનારા વ્યાજથી 1 ટકા સુધી વધારે વ્યાજ. પહેલા આ ઓફરની ડેડલાઈન 31 માર્ચ સુધીની રાખવામાં આવી હતી. આ પછી તેને વધારીને 30 જૂન કરી દેવામાં આવી છે. એટલે કે હજુ પણ સીનિયર સીટિઝન્સ પાસે તેનો લાભ લેવા માટે આ મહિનાનો સમય છે.
SBI: SBIમાં હાલના સમયમાં સામાન્ય નાગરિકોને 5 વર્ષના સમય માટે 5.4 ટકાના વ્યાજનો લાભ મળે છે.કોઈ વરિષ્ઠ નાગરિક સ્પેશ્યલ એફડી યોજનામાં એફડી કરાવે છે તો તેને 6.20 ટકાનું વ્યાજ મળે છે. આ સ્કીમ 5 વર્ષ કે તેનાથી વધારે સમયને માટે છે.
HDFC Bank: બેંકે સીનિયર સિટિઝન કેર લોન્ચ કર્યું હતું. બેંક આ ડિપોઝિટ્સ પર 0.75 ટકા વધારે વ્યાજ આપે છે. જો કોઈ નાગરિક આ બેંકની આ સ્કીમમાં એફડી કરાવે છે તો તેને એફડી પર 6.25 ટકા વ્યાજ મળે છે.
બેંક ઓફ બરોડા (BoB): બેંકની વિશેષ એફડી યોજનાના આધારે કોઈ વરિષ્ઠ નાગરિક એફડી કરાવે છે તો એફડી પર લાગૂ વ્યાજ પર 6.25 ટકાનું વ્યાજ મેળવે છે.
ICICI Bank: ICICI બેંકે વરિષ્ઠ નાગરિકોને માટે સ્પેશ્યલ એફડી સ્કીમ ICICI Bank Golden Years લોન્ચ કરી છે. બેંક આ સ્કીમમાં 0.80 ટકા વ્યાજ ઓફર કરે છે. બેંક ગોલ્ડન ઈયર એફડી સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને વર્ષે 6.30 ટકાનું વ્યાજ આપી રહી છે.