ખુશખબરી! 15 ડિસેમ્બર સુધી ફ્રી માં મળશે 5 લીટર પેટ્રોલ, જાણો ઓફર

By : krupamehta 10:36 AM, 06 December 2018 | Updated : 10:40 AM, 06 December 2018
જો તમે SBI ના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબરી છે. વાસ્તવમાં એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. જે હેઠળ 5 લીટર પેટ્રોલ મેળવી શકો છો અને એના માટે એમને એક પણ રૂપિયાની ચુકવણી કરવાની જરૂર નથી. એસબીઆઇ ગ્રાહકો 15 ડિસેમ્બર સુધી આ ઓફરનો લાભ ઊઠાવીને ફ્રી માં પેટ્રોલ ભરાવી શકે છે. 

આ ઓફરનો ફાયદો ઊઠાવવા માટે ગ્રાહકોને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઇ પણ પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવ્યા બાદ Bhim Sbi pay દ્વારા પેમેન્ટ કરવું પડશે. આવું કર્યા બાદ ગ્રાહક 5 લીટર સુધી મફતમાં પેટ્રોલ મેળવવાનો હકદાર થઇ જશો.  આ ઓફરનો લાભ ઊઠાવવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે. ત્યાર બાદ ભીમ એસબીઆઇ એપથી પેમેન્ટ કરતાં જ તમને આ પેમેન્ટની જનરેટેડ રસીદ પ્રાપ્ત થાય છે. આ રસીદમાં 12 નંબરનો કસ્ટમર રેફરન્સ નંબર હશે, જેને તમારે 9222222084 પર મોકલવો પડશે. પછી લકી ડ્રો દ્વારા એ લોકોની પસંદગી થશે, જેને 5 લીટર ફ્રી પેટ્રોલ ઇનામ મળવાનું છે. 

એસબીઆઇએ ખુદ ટ્વિટ કરીને આ વાત માટેની જાણકારી આપી છે. બેંકે આ ઓફર 15 ઓક્ટોબરથી શરૂ કરી હતી, ત્યારબાદ લોકોનો સારો રિસપોન્સ મળ્યા બાદ આ ઓફરને 15 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story