જો તને ઘરે બેઠા બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમે એક્સ્ટ્રા ઈનકમની શોધમાં છો તો આજે અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસને શરૂ કરી તમે દર મહિને 60,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ તક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા આપી રહી છે. જણાવી દઈએ કે State Bank Of Indiaની એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને તમે કમાણી કરી શકો છો.
જાણો કઈ રીતે મળે છે ફ્રેન્ચાઈઝી?
જો તમે SBI ATM Franchise લેવા માંગો છો તો તેના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. બસ નજીકના બેન્કથી એ જાણકારી મેળવવાની છે કે કયા વિસ્તારમાં એટીએમની જરૂર છે. એટીએમ લગાવવા માટે ફક્ત 50થી 80 ફૂટની જગ્યાની જરૂર હોય છે. ફ્રેન્ચાઈઝીને બે લાખ રૂપિયાની સિક્યોરિટી જમા આપીને ખરીદી શકાય છે. તે ઉપરાંત 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલના રૂપમાં જમા કરવાના રહેશે. આ પ્રકારે કુલ રોકાણ 5 લાખ રૂપિયાનું થઈ શકે છે. જણાવી દઈએ કે આ રિફન્ડેબલ ડિપોઝીટ હોય છે. જે ફ્રેન્ચાઈઝી ખતમ થયા બાદ પરત મળી જાય છે.
અહીં કરો SBI ATM Franchise માટે અરજી
SBI ATMની Franchise અમુક કંપનીઓ આપે છે. તમે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર વિઝિટ કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. જણાવી દઈએ કે એટીએમ લગાવનાર કંપનીઓ અલગ હોય છે. ઈન્ડિયામાં મુખ્યત્યે એટીએમ લગાવવાનો કોન્ટ્રેક્ટ Tata Indicash, Muthoot ATM અને India One ATM પાસે છે. તેના માટે તમે દરેક કંપનીઓની વેબસાઈટ પર ઓનલાઈન લોગિન કરીને પોતાના એટીએમ માટે અરજી કરી શકો છો.
જોઈસે આ ડોક્યુમેન્ટ
આઈડી પ્રૂફ (Aadhaar Card , Pan Card , Voter Card)
એડ્રેસ પ્રૂફ (રાશન કાર્ડ, ઈલેક્ટ્રિસિટી બિલ)
બેન્ક એકાઉન્ટ અને પાસબુક
ફોટોગ્રાફ, ઈ-મેલ આઈડી, ફોન નંબર
GST નંબર
ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ
કેટલી થઈ શકે છે કમાણી?
જો કમાણીની વાત કરવામાં આવે તો દર કેશ ટ્રાન્ઝેક્શન પર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા મળે છે. વાર્ષિક આધાર પર રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધી છે. ઉદાહરણ માટે જો તમારા એટીએમ દ્વાકા દરરોજ 250 ટ્રાન્ઝેક્શન થાય છે તો તેમાં 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન હોય તો મંથલી ઈનકમ 45 હજાર રૂપિયાની નજીક થશે. જો ડેલી 500 ટ્રાન્ઝેક્શન થવા પર લગભગ 88-90 હજારનું કમીશન હશે.