બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / SBI doorstep banking app customer care number know more

તમારા કામનું / પૈસા ઉપાડવા ATM જવાની જરૂર નથી, બેન્ક તમારા ઘરે લઈને આવશે પૈસા, જાણો SBIની આ ખાસ સર્વિસ વિશે

Arohi

Last Updated: 11:45 AM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI પોતાના ગ્રાહકોને ઘરે બેઠા પૈસા ઉપાડવાની ખાસ સર્વિસ આપી રહ્યું છે. જેમાં 20 હજાર સુધીની રકમ ઉપાડી શકાય છે. જાણો તેના વિશે ડિટેલ્સમાં...

  • SBI ગ્રાહકોને આપી રહ્યું છે ખાસ સર્વિસ 
  • ઘરે બેઠા ઉપાડી શકાશે 20 હજાર રૂપિયા 
  • જાણો આ સર્વિસ વિશે 

જો તમારું પણ દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકોને 20,000 રૂપિયાની સંપૂર્ણ રોકડ સુવિધા આપવામાં આવી રહી છે. આ પૈસા મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બેંક પોતે આ પૈસા લઈને તમારા ઘરે આવશે. ચાલો તમને બેંકની આ ખાસ સુવિધા વિશે જણાવીએ....

ઘરે બેઠા મેળવો 20 હજાર રૂપિયા કેશ 
જો તમારું પણ SBIમાં ખાતું છે. તો તમને બેંક દ્વારા ઘણી ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આજે અમે તમને બેંકની એક એવી સુવિધા વિશે જણાવીશું જેમાં તમને ઘરે બેઠા જ 20,000 રૂપિયા કેશ મળશે. 

SBIની ડોરસ્ટેપ બેંકિંગ સેવા
તમને જણાવી દઈએ કે કોરોનાના સમયગાળા દરમિયાન બેંકોએ ગ્રાહકોની સુવિધા માટે ઘણી ખાસ સેવાઓ શરૂ કરી હતી. જેથી તેઓ તેમના બેંકિંગ કામ ઘરે બેઠા કરી શકે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવા શરૂ કરી છે, જેમાં તમે ઘરે બેઠા 20,000 રૂપિયાની સંપૂર્ણ રોકડ મેળવી શકો છો.

ઓછામાં ઓછા 1000 ઉપાડી શકશો 
SBI ડોરસ્ટેપ બેંકિંગ સુવિધામાં તમે ઘરે બેસીને ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 20,000 રૂપિયા મેળવી શકો છો. રોકડ ઉપાડની સુવિધા માટે તમારી પાસે તમારા ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે. જે નહીં હોય તો તમારૂ ટ્રાન્ઝેક્શન રદ્દ કરવામાં આવી શકે છે. 

વધુ માહિતી માટે આ લિંક પર કરો ક્લિક 
SBI ડોરસ્ટેપ બેંકિંગ વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર લિંક https://bank.sbi/dsb પર પણ જઈ શકો છો. આ ઉપરાંત, ડોરસ્ટેપ બેંકિંગમાં નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા + GST ​​વસૂલવામાં આવશે.

સુવિધાનો લાભ લેવા કરો રજીસ્ટ્રેશન 
આ સિવાય તમે સવારે 9 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે ટોલ ફ્રી નંબર 1800111103 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકે પહેલા તેની હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી જ તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. આ ઉપરાંત પૈસા ઉપાડવા માટે ચેક અને withdrawal formની સાથે પાસબુકની પણ જરૂર પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Customer SBI SBI doorstep banking સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા sbi doorstep banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ