SBI Card launches contactless mobile phone payments facility
ભેટ /
SBIએ શરૂ કરી નવી સુવિધા, કાર્ડ અને પીન વિના કરી શકાશે POS પર પેમેન્ટ
Team VTV11:05 AM, 17 Oct 19
| Updated: 11:10 AM, 17 Oct 19
ભારતીય સ્ટેટ બેંકે દિવાળી પહેલાં પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. આ સુવિધાના આધારે ગ્રાહક કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકે છે. SBIએ મોબાઈલથી પેમેન્ટ કરનારી નવી સુવિધા ‘SBI Card Pay’ શરૂ કરી છે. તેના આધારે બેંકના ગ્રાહકો પોઈન્ટ ઓફ સેલ્સ(POS)ના મશીનો પર કાર્ડને અડ્યા વિના મોબાઈલ ફોનથી પેમેન્ટ કરી શકશે. જાણી લો કઈ રીતે કામ કરશે આ સુવિધા.
SBIએ આપી ગ્રાહકોને દિવાળી ગિફ્ટ
‘SBI Card Pay’ યોજના કરી શરૂ
ગ્રાહક કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશે
POSના મશીનો પર કાર્ડને અડ્યા વિના મોબાઈલ ફોનથી પેમેન્ટ કરી શકાશે
પહેલી પેમેન્ટ સેવા
SBIએ ગ્રાહકોને કાર્ડ અને પીનનો ઉપયોગ કર્યા વિના પીઓએસ પર પેમેન્ટની સુવિધા આપી છે. તેના માટે SBI કાર્ડે બુધવારે એસબીઆઈ કાર્ડ પે સેવા લોન્ચ કરી છે. આ સંદર્ભમાં બેંકનું કહેવું છે કે દેશમાં આ તેમની પહેલી પેમેન્ટ સેવા છે.
પ્રતિકાત્મક ફોટો
આ રીતે કાર્ડ અને પીન વિના થશે પેમેન્ટ
SBI કાર્ડ પેથી નજીકના ફિલ્ડ કમ્યુનિકેશન પર ટેપ કરતાં જ પેમેન્ટ થઈ જાય છે. તેના માટે તમારી પાસે ક્રેડિટ કાર્ડ રાખવાની કે પીન નંબર નાંખવાની જરૂર રહેતી નથી. આ સુવિધા પણ એસબીઆઈ કાર્ડ એપનો ભાગ છે. તેનાથી ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને પણ મેનેજ કરી શકે છે.
લાભ મેળવવા માટે ગ્રાહકોએ કરવાનું રહેશે આ કામ
SBI કાર્ડના એમડી અને સીઈઓ હરદયાલ પ્રસાદે કહ્યું કે એસબીઆઈ કાર્ડ પેનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ હોલ્ડર્સે એસબીઆઈ કાર્ડ મોબાઈલ એપ પર પોતાના કાર્ડને એક વાર રજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ ફોનને અનલોક કરીને મોબાઈલને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલની નજીક લાવતાં જ પેમેન્ટ થઈ જશે.
લેનદેનની સીમા નક્કી કરવામાં મળશે છૂટ
નવી સુવિધામાં ગ્રાહકોની ઇચ્છાઅનુસાર દરેક ટ્રાન્ઝેક્શનને માટે રોજની લેનદેનની સીમા નક્કી કરવાની છૂટ આપવામાં આવશે. હાલમાં અન્ય એચસીઈ વાળા એપ ગ્રાહકોને 2000 રૂપિયાની દરેક ટ્રાન્ઝેક્શન પર છૂટ આપે છે અને એક દિવસમાં 10000 રૂપિયાના પેમેન્ટની અનુમતિ આપે છે.