sbi bank changed its branches opening time from today
ખાસ વાંચો /
તમારા કામનું : આ બેંકના કામકાજના સમય બદલાયો, જાણી લેશો તો ફાયદો થશે
Team VTV10:54 PM, 01 Jun 21
| Updated: 10:55 PM, 01 Jun 21
કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ખતમ થઇ રહ્યો છે. અનેક રાજ્યોએ લગાવાયેલા પ્રતિબંધમાં છૂટછાટ આપી છે. ત્યારે દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ખુશ ખબર છે.
SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર
SBIએ બેંકની બ્રાન્ચના કામકાજમાં કર્યો ફેરફાર
હવે SBI બેંક સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી
મળતી જાણકારી પ્રમાણે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે. હવે સવારે 10થી સાંજના 4 લાગ્યા સુધી બેન્ક ખુલ્લી રહેશે.
કોરોના સંકટને લઈને ઘટાડ્યો હતો સમય
જણાવી દઇએ કે કોરોનાના વધતા કેસને લઇ બેંકના કામકાજના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોનાના કેસમાં આવી રહેલા ઘટાડાને કારણે કામકાજનો સમય વધારી દેવામાં આવ્યો છે.
SBIનો સમય હવે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે
SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી છે અને પોતાના ખાતાધારકો માટે સવારે 10થી સાંજના 4 સુધી બેન્કનું કામકાજ ચાલું રહેશે. એક જૂનથી જ આ નિયમ લાગુ થઇ ગયો છે.
BOB પણ કર્યા કેટલાક અગત્યના ફેરફાર
બેંક ઓફ બરોડા આજથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના આધારે 50 હજારથી વધારેના ચેક પેમેન્ટને માટે ફરીથી કન્ફર્મેશન કરવાનું રહેશે. બેંકની તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે 50 હજારથી વધારેના ચેકને માટે બેંકની તરફથી કન્ફર્મેશન કરવામાં આવી શકે છે. ગ્રાહકો નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, બ્રાન્ચ ફોન કરીને કે પછી 8422009988 નંબર પર મેસેજ કરીને કન્ફર્મેશન આપી શકે છે. આ માટે બેનિફિશયરીનું નામ, રકમ, ચેકની તારીખ, ખાતાની સંખ્યા અને ચેક નંબરની જાણકારી શેર કરવાની જરૂરી રહેશે.
સ્મોલ સેવિંગ્સ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધ જેવી નાની સેવિંગ્સ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે. સરકારની તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજ દર લાગૂ કરાય છે. અનેક વાર એવું બને છે કે જૂના વ્યાજ દર જ રિવાઈઝ કરાય છે. 31 માર્ચે 2020-21ની છેલ્લી 3 મહિનામાં નવા વ્યાજ દર નક્કી કરાય છે. 30 જૂને આ નવા ફેરફાર આવે તે શક્ય છે.