sbi bank account pan card linking update to enjoy seamless foreign transactions through sbi debit card
SBI Alert /
ખાતામાં જલ્દી અપડેટ કરો PAN ડિટેલ્સ, નહીં તો ડેબિટ કાર્ડ પર નહીં મળે આ સુવિધા
Team VTV09:51 AM, 21 Jan 21
| Updated: 10:14 AM, 21 Jan 21
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBIએ ડેબિટ કાર્ડની મદદથી કોઈ પણ કામ માટે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો લાભ લેવા માટે ખાતાધારકોને બેંકમાં પોતાના પાન નંબર અપડેટ કરવા કહ્યું છે. એસબીઆઈએ સોશ્યલ મીડિયાની મદદથી અધિકારીક હેન્ડલ પર ટ્વિટ કરતા લખ્યું છે કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં તકલીફ થઈ રહી છે. SBI ડેબિટ કાર્ડની મદદથી કોઈ પણ રોકટોક વિના વિદેશી લેન દેનનો આનંદ લેવા માટે બેંકના રેકોર્ડમાં પાન ડિટેલ્સને અપડેટ કરે.
SBIએ ગ્રાહકોને ટ્વિટ કરીને કર્યા અપડેટ
ખાતમાં જલ્દી અપડેટ કરો PAN ડિટેલ્સ
નહીં તો ડેબિટ કાર્ડ પર નહીં વિદેશી લેન દેનની સુવિધા
જો તમે આ કામ નહીં કરો તો SBI ગ્રાહક એટીએમ, પીઓએસ કે ઈ કોર્મર્સના ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. સાથે તમને પાન કાર્ડના SBI ખાતાથી ઓનલાઈન કે બેંક બ્રાન્ચમાં જઈને લિંક કરાવી શકો છો. બેંકના અનુસાર તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે બેંક ખાતામાં PANની ડિટેલ્સ અપડેટ કરાવી શકો છો. ગયા વર્ષે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનના નિયમોને લઈને સરકારે કેટલાક ફેરફાર કર્યા હતા.
આ રીતે ઓનલાઈન પ્રોસેસથી SBI ખાતા સાથે લિંક કરો પાન ડિટેલ્સ
પોતાના ખાતાથી PAN લિંક કરતા પહેલાં SBI ઈન્ટરનેટ બેંકિંગમાં લોગઈન કરો.
હવે ‘e-services’ ટેબ પર જાઓ અને પાન રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
અહીં પોતાના profile password નાંખો અને સાથે સબમિટ પર ક્લિક કરો. અહીં દરેક એકાઉન્ટ જોઈ શકાશે.
જે એકાઉન્ટમાં PAN નંબર રજિસ્ટર નહીં હોય તેની સામે તમને click here to register લખેલું દેખાશે.
તમે જે એકાઉન્ટમાં પાન રજિસ્ટર્ડ કરવા ઈચ્છો છો તેની પર ક્લિક કરો. આ પછી એક અન્ય પેજ ખુલશે. અહીં તમને PAN કાર્ડ નંબર ભરો અને સબમિટ પર ક્લિક કરો.
આ પછી સ્ક્રીન પર તમારું નામ, સીઆઈએફ અને PAN નંબર આવશે તેને ચેક કરીને કન્ફર્મ પર ક્લિક કરો.
ટ્રાન્ઝેક્શન એકાઉન્ટને સિલેક્ટ કરો અને સાથે પોતાની પાન ડિટેલ્સ ભરીને સબમિટ કરો.
કન્ફર્મ પર ક્લિક કરતાની સાથે જ તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર PAN લિંક કર્યાની રિકવેસ્ટ મળશે.
હવે પાનને એસબીઆઈના બેંક ખાતાથી જોડવા માટેની રિકવેસ્ટ બેંક શાખામાં મોકલી દેવાશે.
તમારા દ્વારા કરાયેલી રિકવેલ્ટને બેંક દ્વારા 7 દિવસમાં પ્રોસેસ કરાશે.
એક વાર જ્યારે તમારા PAN ખાતાથી બેંક એકાઉન્ટ લિંક થઈ જાય છે ત્યારે બેંક તમને મેસેજ મોકલીને તેને કન્ફર્મ કરે છે.
ઓફલાઈન રજિસ્ટ્રેશનને માટે બેંકની બ્રાન્ચમાં જઈને SBI ખાતાથી આ રીતે લિંક કરો પાન
જો તમે ઓફલાઈન મોડથી SBI બેંક ખાતા સાથે PAN નંબરને લિંક કરવા ઈચ્છો છો તો તમારે બેંકની બ્રાન્ચ જઈને અરજી કરવાની રહે છે. અહીં તમે ફોર્મ ભરીને પાન કાર્ડની ફોટો કોપી તેની સાથે સબમિટ કરો. આ પછી ઓરિજિનલ કોપી સાથે રાખો. બેંક અધિકારી ચકાસણી માટે તેને માંગી શકે છે. બેંક દ્વારા ખાતરી કર્યા બાદ તમને રજિસ્ટર્ડ મોબાઈલ પર એક મેસેજ મળશે. જેમાં પાન લિંક કરવાની રિકવેસ્ટ સબમિટ થયાની જાણકારી અપાશે.