દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ એટીએમથી કેશ કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર હવે 10 હજારથી વધુ કેશ કાઢવા માટે તમારે ઓટીપીની જરૂર પડશે. પહેલાંના નિયમમાં ફેરફાર કરીને હવે 24 કલાક માટે લાગૂ કરાયો છે.
SBIએ બદલ્યો નિયમ
ATMથી રૂપિયા કાઢવાના નિયમમાં થયો ફેરફાર
10000થી વધુ રૂપિયા કાઢવા પડશે ઓટીપીની જરૂર
SBI એ કર્યું ટ્વિટ
SBI એ ટ્વીટ કરીને નવા નિયમની જાણમતારી આપી છે. હવે ઓટીપી (OTP) ની મદદથી એટીએમથી કેશ કાઢવાની સુવિધા 24 કલાક લાગૂ રહેશે. પહેલાં આ નિયમ 12 કલાક માટે હતો. તેમાં એમાઉન્ટ એન્ટર કરતાં ઓટીપી સ્ક્રીન આવતી. તેમાં મોબાઈલ પર આવેલો ઓટીપી એન્ટર કરવાનો રહેતો હતો. જ્યારે તમે ઓટીપી એન્ટર કરો ત્યારે જ તમારું ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું.
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની સાથે ઓનલાઈન ફ્રોડના કેસ વધતાં બેંકે આ નિયમ લાગૂ કર્યો છે. એટીએમ ફ્રોડથી ગ્રાહકોને બચાવવા માટે 24 કલાક માટે આ સુવિધાની શરૂઆત 18 સપ્ટેમ્બરથી કરાઈ છે.
ATM થી કેશ કાઢવા મોબાઈલ સાથે રાખવો જરૂરી
SBI એ ગ્રાહકોને કહ્યું છે કે તમે તમારા કાર્ડનો ઉપયોગ કરવાના છો તો મોબાઈલ સાથે લઈને જાઓ. રજિસ્ટર્ડસ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તે નાંખ્યા બાદ જ તમે 10 હજાર કે તેનાથી વધારે રૂપિયા કાઢી શકશો અને બેંકે આ અંગે ગ્રાહકોને એસએમએસ કર્યા છે.