શ્રાવણ માસમાં ભોલેની આમ કરશો પૂજા તો, ભગવાન રામની જેમ મળશે વિજય

By : kaushal 12:22 PM, 08 August 2018 | Updated : 12:22 PM, 08 August 2018
શાસ્ત્રોમાં શિવલિંગની પૂજા સૌથી વધારે પુણ્યદાયી અને ફળદાયી જણાવવામાં આવી છે. રાવણ સામે યુદ્ધ કરતા પહેલા ભગવાન શ્રી રામે પણ પાર્થીવ શિવલિંગનુ પૂજન કર્યુ હતુ અને ત્યાર બાદ લંકા પર વિજય પ્રાપ્ત કરી હતી. જ્યારે શનિદેવે પોતાના પિતા સૂર્યથી વધારે શક્તિ પ્રાપ્ત કરવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની સાધના કરી હતી.

ભયથી મુક્તિ અને મોક્ષનું માધ્યમ

સનાતન પરંપરામાં જેટલા પણ દેવી દેવતાઓની પૂજા વિધિઓ છે, તેમાં પાર્થિવ પૂજન દ્વારા શિવની સાધના-આરાધના જ સૌથી સરળ અને અભીષ્ટ ફળ આપનારી છે. કળયુગમાં મોક્ષની પ્રાપ્તિ અને મનોકામનાઓની પૂર્તિ માટે પાર્થિવ પૂજનનું સૌથી ઉત્તમ માધ્યમ છે. આ પૂજાથી તમામ પ્રકારના ભય દૂર થાઈ જાય છે.

કરોડો યજ્ઞો બરાબર છે પાર્થિવ પૂજન

પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાથી કરોડો યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે અને તેમની સાધનાનું આ સૌથી સરળ-સહજ અને પાવન માધ્યમ છે. જેની પાસે કંઈ પણ નથી તે શુદ્ધ માટીના પાર્થિવ શિવલિંગ બનાવીને મહજ બિલિ પત્ર, શમી પત્ર વગેરે અર્પિત કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. 

બે માસથી પણ વધારે પુણ્યદાયી છે પાર્થિવ પૂજન

દેવોના દેવ મહાદેવની સાધના-આરાધના માટે શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસ વિશેષ રૂપથી ફળદાઈ માનવામાં આવે છે. આ બંન્ને પાવન માસમાં પાર્થિવ શિવલિંગ નિર્માણને બીજી પૂજા-અર્ચના કરતા એટલા માટે વિશિષ્ટ માનવામાં આવે છે કેમકે સાધક વગર કોઈ પંડિત કે પુરોહિત સ્વયં એક શિલ્પકારની જેમ શિવલિંગનું નિર્માણ કરે છે. પાવન પાર્થિવ શિવલિંગની પૂજા-અર્ચના કરીને મોક્ષનો અધિકાર બને છે.

આમ બનાવાય છે પાર્થિવ શિવલિંગ

પંચતત્વોમાં ભગવાન શિવ પૃથ્વી તત્વના અધિપતિ છે, માટે તેમની પાર્થિવ પૂજાનું વિશેષ વિધાન છે. પાર્થિવ લિંગ એક કે બે તોલા શુદ્ધ માટી લીને બનાવાય છે. આ લિંગને અંગૂઠાના માપ જેટલું બનાવવામાં આવે છે. ભોગ અને મોક્ષ આપતા આ પાર્થિવ પૂજનને કોઈ પણ નદી, તળાવ ના કિનારે, શિવાલય અથવા કોઈ પણ પવિત્ર સ્થાન પર કરી શકાય છે.Recent Story

Popular Story