Saw Video Of Sea Wave Touching Clouds? Here's The Truth
અજીબ /
VIDEO : વાહ ખરેખર અદ્દભૂત ઘટના ! દરિયાઈ મોજાએ વાદળોને કરી 'કીસ', વિલક્ષણ ઘટનાનો વીડિયો વાયરલ
Team VTV09:09 PM, 04 May 22
| Updated: 09:23 PM, 04 May 22
વાદળોને પાણી પાણી કરતા દરિયાના મોજાનો એક અસાધારણ વીડિયો વાયરલ થયો છે.
પ્રકૃતિમાં બની એક અસાધારણ ઘટના
દરિયાના મોજા અચાનક ચડ્યાં ઊંચે
વાદળોને કરી નાખ્યા પાણી પાણી
કુદરતમાં ક્યારેક ન બનવાનું જતું હોય છે અને આવો મનમોહક જોવાનું મળે તો કેવી મજા આવે. આજકાલ કુદરતી ઘટનાનો આવો એક વીડિયો વાયરલ થયો છે. દરિયાના મોજાને ઉપર ઉઠતા જો આપણે બધાએ જોયા છે. ઉઠતા મોજાને જોવાની મજા જ કંઈ અલગ હોય છે પરંતુ ક્યારેક દરિયાઈ મોજા વન્ડરફૂલ કામ કરી નાખતા હોય છે અને તેવી ઘટના જોઈને આપણી આંખો ફાટી રહે છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયામાં અચાનક પ્રચંડ મોજા ઉઠે છે ત્યાર બાદ આ મોજાએ જાણે કંઈક મોટું કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે. મોજા ધીરે ધીરે ઉપર ઉઠવા લાગે છે. એક તબક્કે તો એવું લાગે થોડી વાર તે શાંત થઈ જશે પરંતુ આજે મોજાએ કંઈ નોખું કરવાનું ધાર્યું હતું એટલે મોજા તો ઉપર ઉપર ઊંચે ચડતા ગયા અને ત્યાં રહેલા વાદળોને પાણી પાણી કરી નાખ્યા હતા.
વાદળોનો સ્પર્શ કર્યા બાદ મોજા ધીરે ધીરે નીચે આવ્યાં
વાયરલ વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે વાદળોનો સ્પર્શ કર્યા બાદ મોજા ધીરે ધીરે નીચે આવવા લાગે છે અને એક મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે. આ વીડિયોને ખૂબ લાઈક્સ મળ્યાં છે.