Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / EVMને લઇ શરદ પવારનો મોટો દાવો, 'NCPનું બટન દબાવતા જ વોટ BJPમાં'

EVMને લઇ શરદ પવારનો મોટો દાવો, 'NCPનું બટન દબાવતા જ વોટ BJPમાં'

લોકસભા ચૂંટણી 2019: એનસીપી પ્રમુખ શરદ પવારે એક વખત ફરી વાર ઇવીએમને લઇને સવાલ ઉઠાવ્યાં છે. શરદ પવારે કહ્યું કે, તેઓએ એનસીપીને વોટ આપ્યો પરંતુ તે ભાજપનાં ખાતામાં ગયો. શરદ પવારે એવો દાવો કર્યો કે તેઓની પાર્ટીનાં પક્ષમાં નાખવામાં આવેલ વોટ ભાજપને જતો રહ્યો છે.

Sharad Pawar vs Modi

 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે એક વાર ફરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. શરદ પવારે એવો દાવો કર્યો કે તેઓની પાર્ટીનાં પક્ષમાં નાખવામાં આવેલ વોટ ભાજપને જતો રહ્યો છે. પવારનું કહેવુ એમ છે કે તેઓએ ખુદ એવું થતા જોયું છે. તેઓએ જો કે એવો સ્પષ્ટપણે દાવો કર્યો છે કે તેમનો આ દાવો તમામ મશીનોને લઇને નથી. શરદ પવારે કહ્યું કે, 'હું ઇવીએમને લઇને ચિંતિત છું. હૈદરાબાદ અને ગુજરાતમાં કેટલાંક લોકોએ મારા સામે ઇવીએમ રાખ્યું. તેઓએ મને એક બટન દબાવવા માટે કહ્યું.

શરદ પવારે કહ્યું કે, 'મેં એનસીપી માટે બટન દબાવ્યું અને વોટ કમલનાં પક્ષમાં જઇ રહ્યો હતો. મેં આવું ખુદ થતા જોયું છે.' પવારનું કહેવું એમ છે કે ઇવીએમમાં છેડછાડ કરી શકાય છે. આ પહેલાં 21 વિપક્ષી દળોએ ઇવીએમમાં ગડબડીની આશંકાને લઇને સુપ્રીમ કોર્ટની અરજી દાખલ કરી હતી. વિપક્ષ તરફથી આ અરજી તેલુગુ દેશમ પાર્ટીનાં અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુનાં નેતૃત્વમાં દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ખારીજ કરી હતી અરજીઃ
સુપ્રીમ કોર્ટે વિપક્ષી દળોની લોકસભા ચૂંટણીમાં 50 ટકા ઇવીએમની વીવીપીએટીથી સરખામણીની માંગવાળી અરજી ખારીજ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેઓ પોતાનાં આદેશમાં સંશોધન કરવા માટે તૈયાર નથી.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ