દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ કાયમ છે ત્યારે તમારી પાસે ઘરે બેઠાં તમારા નાણાંકીય કામકાજને પતાવવાનો ઉત્તમ સમય છે. જો હજુ પણ તમે તમારા ટેક્સ સંબંધી પર્સનલ ફાયનાન્સના કામકાજ તારીખ લંબાઈ જવાના કારણે નીપટાવ્યા નથી તો આ સમયમાં તમે તેને પૂરા કરી શકો છો.
લૉકડાઉન 2.0માં કરી લો આ કામ
ફાયનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે છે ઉત્તમ સમય
ટેક્સ સંબંધી કામકાજ ઘરે બેઠા સરળતાથી કરી લો પ્લાન
ટેક્સ પ્લાનિંગ
ફેબ્રુઆરીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જૂની ટેક્સ સિસ્ટમને કાર્યરત રાખવાની સાથે ઓછા ટેક્સ રેટ સાથે નવી ટેક્સ સ્લેબ સિસ્ટમ રજૂ કરી છે. નવા સ્લેબમાં નીચા વેરાની સુવિધા છે, પરંતુ કલમ 8૦ સી વગેરે હેઠળ, મકાન ભાડા ભથ્થા (એચઆરએ) માં કપાત, રોકાણ અને જીવન વીમાની ખરીદી સહિતના મોટાભાગના ટેક્સ છૂટને માફ કરવી પડશે. પરંતુ નવી ટેક્સ સિસ્ટમની મદદથી કરદાતાઓને નિકાલજોગ આવકની દ્રષ્ટિએ વધુ પૈસા મળી શકે છે.
ઉતાવળ ન કરો, ટેક્સ કેલ્ક્યુલેટર્સની મદદ લો
હાલમાં તમારા ટેક્સ રિટર્નની ગણતરી કરવા માટે અને તમારા માટે કઈ સિસ્ટમ વધુ ફાયદાકારક છે તે શોધવા માટે આ સારો સમય છે. આમાં તમારી સહાય કરવા માટે, ત્યાં અસંખ્ય ટેક્સ પ્લાનિંગ કેલ્ક્યુલેટર છે જેમાં ટેક્સની વિગતો દાખલ કર્યા પછી કેલ્ક્યુલેટર તમને કહે છે કે નવી સિસ્ટમની મદદથી તમે કેટલો ટેક્સ બચાવી શકો છો. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ તમને તમારા રોકાણોને કસ્ટમાઇઝ કરવાની પણ તક મળશે. કારણકે તમારી પસંદગી, વિશેષ ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ સુધી જ સીમીત રહેશે નહીં.
ઈન્શ્યોરન્સ કવર પર કરી લો નજર
ઈન્શ્યોરન્સ લઈને રાખવો એ જિંદગીના દરેક તબક્કે જરૂરી છે જો કે,કોવિડ -19 ના વૈશ્વિક રોગચાળાને લીધે,આરોગ્ય અને જીવન વીમા કવર રાખવાનું વધુ મહત્વનું બન્યું છે. તમે તમારા વીમા કવચને શોધવા માટે આ સમયનો ઉપયોગ કરી શકો છો. તમારા પરિવારની આરોગ્યની જરૂરિયાતોને આધારે તમારા ભાવિ જોખમને ઘટાડવા તમારી પાસે ઓછામાં ઓછી 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવરેજ હોવું જોઈએ. તમારી કંપની તરફથી મળનારા આરોગ્ય વીમા કવચ સિવાય અલગથી પણ તમારો ઈન્શ્યોરન્સ રાખો. આ રીતે તમમે તમમારા પરિવારનું લાઈફ ઈન્શ્યોરન્સ કવરનું મૂલ્યાંકન પણ કરો અને જુઓ કે પરિવાર પૂરતો કવર છે કે નહીં. તમારા લાઈફ ઈન્શ્યોરન્સ કવરની ઈન્શ્યોરન્સ અમાઉન્ટ તમારી વાર્ષિક આવકનો 10 ગણો ભાગ હોવી જોઈએ.
તમારા ખર્ચ અને બચત પર પણ કરો નજર
શક્ય છે લાંબા સમયના લૉકડાઉનમાં તમારે વધારે રૂપિયા ખર્ચ કરવા પડી શકે. તમે જરૂર કરતાં વધારે ખરીદી કરી લો તે પણ શક્ય છે. તમે આ સંકટથી આવનારી મુસીબતોમાં તમારા બજેટથી વધારે ખર્ચ કરી લો તે શક્ય છે. તમે આ ફાજલ સમયમાં તેને વિશે વિચારીને ગણતરી કરી શકો છો. કઈ રીતે બચત થશે અને તમારું કામ પણ બંધ થશે તો તમે જરૂરી ચીજોને સિવાય અન્ય કંઈ ન ખરીદવાનું નક્કી કરો. મહિનાના અંતમાં થનારી એકસ્ટ્રા બચતને તમે ઈમરજન્સી ફંડમાં મૂકી શકો છો.
ઈન્વેસ્ટમેન્ટનું પર્ફોમન્સ જુઓ
આ સમયે તમે કોઈ પણ રોકાણની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરી શકો છે. શેરબજારની તાજેતરની અસ્થિરતાને કારણે તમારા બધા રોકાણો પાછા ખેંચી લેવાનું વધુ સારું રહેશે. આગામી સમયમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થવાનો ભય છે, તેથી કેટલાક પૈસા હાથમાં રાખવાનો પ્રયત્ન કરો, પરંતુ આ ડરને કારણે, તમારા લાંબા ગાળાના રોકાણોને ઉતાવળમાં બંધ કરવાનું ટાળવાનો પણ પ્રયાસ કરો. હકીકતમાં, હાલનું અસ્થિર બજાર તમને ખૂબ જ સારા ડિસ્કાઉન્ટ દરે વધુ સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ એકમો ખરીદવાની તક પણ આપી શકે છે. જો તમને લાગે છે કે કોઈ ચોક્કસ એસેટ ક્લાસમાં તમારું રોકાણ મુશ્કેલીમાં છે, તો પછી તમે તમારા નાણાકીય લક્ષ્યો, જોખમની શક્યતાઓ અને પૈસાની આવશ્યકતા અનુસાર તમારા પોર્ટફોલિયોને થોડું સંતુલિત કરી શકો છો.
ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ અંગે પણ કરો વિચાર
જો તમે ઈચ્છો તો સોનામાં ઈન્વેસ્ટમેન્ટ થોડું વધારી શકો છો. તેને માર્કેટના ઉતાર-ચઢાવથી બચવાનો અલગ જ રસ્તો છે. મુખ્ય વાત એ છે કે મુશ્કેલ સ્થિતિમાં પણ વ્યક્તિએ શાંત રહેવું અને સાથે સમસ્યાનું સમાધાન ન મળે તો તેને થોડો સમય વિચારવાનું ટાળવું. જો કોઈ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં તકલીફ પડે છે તો તમારા ફાયનાન્શિયલ એડવાઈઝર સાથે વાત કરવામાં સંકોચ ન રાખો. ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લો.