બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:32 PM, 19 February 2025
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક વ્યક્તિને તેની પત્નીની ઉજ્જત બચાવવાની ખૂબ મોંઘી કિંમત ચૂકવવી પડી છે. જેમાં ગામના બે દરિંદાઓએ તેની પત્નીનો બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરવા જતા ઘટના સ્થળે તે દબંગોએ એવી ક્રૂરતા બતાવી તેમની જીંદગીમાં તુફાન આવી ગયું હતું.
ADVERTISEMENT
બુલંદશહેરના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે એક મહિલા ઘાસચારો લેવા માટે જંગલમાં ગઈ હતી ત્યારે બે લોકો ત્યાં પહોંચ્યા હતા અને મહિલા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ગમે તે કરીને બંનેના ચુંગાલમાંથી પોતાને બચાવી ઘરે પહોંચી હતી અને તેના પતિને આ વિશે જાણ કરી હતી. જ્યારે તેનો પતિ તેમને મળવા ગયો ત્યારે ગુંડાઓએ બંનેને ખૂબ માર માર્યો હતો.
ADVERTISEMENT
ત્યાર બાદ પતિ તેના વકીલ અને પત્ની સાથે SSP ઓફિસ ગયા હતા અને આરોપીઓ સામે કાર્યવાહીની અપીલ કરી હતી. જ્યાં કેસ દાખલ કરવાની અપીલ પણ કરી હતી. જેથી SSPએ એસઓને FIR નોંધવા અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
એક તરફ ઉત્તરપ્રદેશમાં ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની વાત થઈ રહી છે તો બીજી તરફ ગુનેગારો મહિલા પર બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ કરવાનો પ્રયાસ કરે છે અને તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી પણ નથી થઈ રહી. ન્યાય માંગવા જતા આરોપીઓ પતિનું શિશ્ન પણ કાપી નાખે છે. ત્યાર બાદ પણ સ્થાનિક પોલીસ આ મામલે બેદરકારી દાખવે છે. આથી આરોપી સામે ઝીરો ટોલરન્સના દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.