બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Save the running death in Ahmedabad again! 13 killed in AMTS and BRTS collision in 5 months

મોતની સવારી / સાચવજો અમદાવાદમાં ફરી રહ્યું છે દોડતું મોત.! 5 મહિનામાં AMTS અને BRTSની અડફેટે 13ના મોત, આંકડા ચિંતાજનક

Vishal Khamar

Last Updated: 10:43 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કાર્યરત AMTS-BRTS ને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા પાંચ મહિનામાં જ AMTS-BRTS દ્વારા સર્જેલ અકસ્માતમાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા.

  • AMTS-BRTS બસ બની મોતની સવારી!
  • 5 મહિનામાં 13 લોકોના મૃત્યુ
  • 5 મહિનામાં અકસ્માતની 19 ફરિયાદ
  • વિપક્ષે લગાવ્યા શાસક પક્ષ આરોપ

શહેરીજનોની સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુખાકારી માટે  AMTS-BRTS શરૂ કરી છે. પરંતું અમદાવાદ શહેરમાં  AMTS-BRTS ને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે શહેરમાં  AMTS-BRTS બસ લોકો માટે મોતની સવારી સાબિત થઈ રહી છે. છેલ્લા 5 મહિનામાં અકસ્માતને કારણે 13 લોકોના મોત થયા હતા. 5 મહિનામાં  AMTS બસનાં અકસ્માતથી 9 લોકોનાં મૃત્યું થયા છે. જ્યારે  BRTS બસનાં અકસ્માતથી 4 લોકોનાં મૃત્યું થયા છે.  જ્યારે 5 મહિનામાં અકસ્માતની 19 પોલીસ ફરિયાદ પણ નોંધાવવા પામી છે.

AMTS-BRTS ની સેવા જ અમદાવાદ શહેરની જનતા માટે યમદૂત બનતી જાય છેઃ શહેજાદ ખાન પઠાણ
આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, એક તરફ તથ્ય પટેલ દ્વારા કરેલ અકસ્માત બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ તેમદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સંયુક્ત ઓપરેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેથી અમદાવાદ શહેરની જનતા ટ્રાફિકની સમસ્યાનું પાલન કરી શકે.  પરંતું સૌથી વધુ શરમની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS-BRTS ની સેવા જ અમદાવાદ શહેરની જનતા માટે યમદૂત બનતી જાય છે. ત્યારે પાંચ મહિનામાં એએમટીએસ દ્વારા કુલ 19 અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે બીઆરટીએસ દ્વારા સર્જાયેલ અકસ્માતમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે AMTS-BRTS દ્વારા અમદાવાદ શહેરમાં કુલ 13 અકસ્માત સર્જવામાં આવ્યા છે.  તેમજ તંત્ર દ્વારા માત્ર ડ્રાઈવનું નાટક કરે છે. કોન્ટ્રાક્ટરને સાચવવામાં આવે છે. તેમજ ડ્રાયવર સામે કોઈ નક્કર કાર્યવાહી નથી નથી અને લોકો અકસ્માતનો ભોગ બને છે.  

શહેજાદ ખાન પઠાણ (વિરોધ પક્ષનાં નેતા, AMC)

 

સંકળાયેલા મુદ્દાઓ

AMC AMTS-BRTS Shahjad Khan Pathan ahmedabad અડફેટે મોત અમદાવાદ એએમટીએસ-બીઆરટીએસ વિરોધ પક્ષનાં નેતા શહેજાદખાન પઠાણ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ