બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / માત્ર 45 રૂપિયાની બચત, અને એકત્ર કરો રૂ. 25 લાખ સુધીનું ફંડ, LIC લાવ્યું જોરદાર સ્કીમ
Last Updated: 08:14 PM, 11 September 2024
ADVERTISEMENT
રોકાણ માટે ભારતના લોકો LIC પર વધારે ભરોષો કરે છે. કેમ કે LIC સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વિકલ્પ છે. LIC રોકાણ માટે અનેક યોજનાઓ ચલાવે છે. આજે તમને LICની એક એવી યોજના વિશે જણાવીશું જેમાં માત્ર 45 રૂપિયાનું રોકાણ કરીને 25 લાખ રૂપિયા ભેગા કરી શકાય છે. દેશના અનેક લોકો આ યોજનામાં રોકાણ કરી રહ્યા છે.
વધુ વાંચો : સસ્તા ભાવે સોનું ખરીદવાનો મોકો ગયો! લેતા પહેલા જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ
ADVERTISEMENT
આપણે વાત કરી રહ્યા છીએ LICના જીવન આનંદ પ્લાનની. જેમાં મીનિમમ એક લાખનું સમ એશ્યોર્ડ હોય છે. પરંતુ તેમાં કોઈ મેક્સિમમ લિમિટ નક્કી નથી કરવામાં આવી. આ યોજનામાં અનેક પ્રકારના મેચ્યોરિટી બેનિફિટ પણ મળે છે.
જો તમારે આ યોજનામાં 25 લાખનું ફંડ ભેગુ કરવું હોય તો તમારે આ તેમાં ખાતુ ખોલાવીને દરરોજ 45 રૂપિયા સેવ કરવાનાં રહેશે. આમ મહિને 1358 રૂપિયા જમા થશે. આ રોકાણ તમારે 35 વર્ષ સુધી કરવું. 35 વર્ષ બાદ તમને મેચ્યોરિટી વખતે 25 લાખ રૂપિયા મળશે.
LICની આ યોજનામાં તમે 15 વર્ષથી લઇ 35 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. આ યોજનામાં તમને એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઈડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઈડર, ન્યૂ ટર્મ ઈન્શ્યોરન્સ રાઈડરનો લાભ મળે છે. આ સિવાય તમને તમને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઈડરનો લાભ પણ મળે છે. જો પોલિસી હોલ્ડરનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 125 ટકા ડેથ બેનિફિટ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.