ઈન્ટરનેટ પર આજકાલ મોબાઈલ ગેમ્સને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ બાળક તેનો શોખીન થઈ જાય તો ઘર બરબાદ થઈ શકે છે. આવો જ એક કિસ્સો દક્ષિણ ચીનમાં સામે આવ્યો છે.
ઈન્ટરનેટ પર આજકાલ મોબાઈલ ગેમ્સને ખૂબ પસંદ કરાય છે
એક 13 વર્ષની છોકરીએ મોબાઈલ ગેમ પાછળ ખર્યા રૂ.50 લાખ
જ્યારે તેની માતાએ તેના ખાતાનું બેલેન્સ ચેક કર્યું તો તે ચોંકી ગઈ
આ છોકરીને મોબાઈલમાં પે-ટુ-પ્લે ગેમની લત લાગી ગઈ હતી
એક 13 વર્ષની છોકરી તેની માતાના ડેબિટ કાર્ડને તેના સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપ સાથે લિંક કર્યા બાદ શોપિંગ કરવા ગઈ હતી. જ્યારે તેની માતાએ તેના ખાતાનું બેલેન્સ ચેક કર્યું તો તે ચોંકી ગઈ. છોકરીએ પાછળથી સત્ય સ્વીકાર્યું અને કહ્યું કે તેની માતાને આ વિશે ખબર ન પડે તે ડરથી તેણે તેના સ્માર્ટફોનમાંથી તમામ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ કાઢી નાખ્યા હતા. આ ખેલ થોડા દિવસો સુધી ચાલ્યો અને સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે ખાતાની બેલેન્સ લગભગ ખતમ થઈ ગઈ.
પે-ટુ-પ્લે ગેમની લત લાગી ગઈ
ઘણા ગંભીર કિસ્સાઓમાં માતાપિતા તેમના બાળકો સાથે માહિતી શેર કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ ચીનમાં એક માતાએ ડેબિટ કાર્ડનો ગુપ્ત કોડ શેર કર્યો. વાંગ નામની માતાનું માનવું હતું કે જો દીકરીને તેની ગેરહાજરીમાં કોઈ જરૂરી વસ્તુ ખરીદવી હોય તો તે ખરીદી શકશે. પરંતુ બાદમાં પુત્રી ફોનમાં વ્યસ્ત રહેવા લાગી હતી. તેને પે-ટુ-પ્લે ગેમની લત લાગી ગઈ હતી.
મિત્રો માટે તેની મરજી વિરુદ્ધ ગેમ્સ ખરીદી
દીકરીની હાલત જોઈને વાંગે તેને ફોન ઓછો ઉપયોગ કરવાની ચેતવણી પણ આપી. પરંતુ બાદમાં જ્યારે વાંગે તેનું બેંક બેલેન્સ ચેક કર્યું તો તે દંગ રહી ગઈ. હકીકતમાં પુત્રીએ એકાઉન્ટમાંથી તમામ પૈસા પે-ટુ-પ્લે ગેમ ખરીદવા માટે ખર્ચ્યા. વાંગને જાણવા મળ્યું કે તેના ખાતામાં માત્ર 0.5 યુઆન (લગભગ રૂ. 5) બાકી છે. બાદમાં જ્યારે વાંગે પોતાનું બેંક સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે તેને જાણવા મળ્યું કે 52 લાખમાંથી મોટા ભાગના પૈસા મોબાઈલ ગેમ પર ખર્ચવામાં આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર કિશોરીએ સ્વીકાર્યું કે તેણે તેના મિત્રો માટે તેની મરજી વિરુદ્ધ ગેમ્સ ખરીદી હતી. કારણ કે જો તે આવું ન કરે તો તેઓ તેને આખો દિવસ હેરાન કરશે. જોકે તે જાણતી હતી કે જો તેના માતા-પિતાને આ વાતની જાણ થશે તો તેઓ ગુસ્સે થશે અને ઠપકો આપશે.