રણનીતિ / ગોંડલ, રાજુલા, ધારી બાદ હવે ફરી કોંગ્રેસના ધારાસભ્યોનો કાફલો પહોંચ્યો રાજકોટ, આવતીકાલે કરશે આ કામ

Saurastra 16 congress mla rajula dhari rajkot morbi gujarat politics

ગુજરાતમાં કોરોના કાળમાં રાજકીય ઉથલપાથલ પણ શરૂ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામા ધરી ચૂક્યા છે. ત્યારે વધુ ધારાસભ્યો ના તૂટે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટ અને હોટલમાં રાખી રહી છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ શિફ્ટ કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના 16 ધારાસભ્યોને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં લઈ જવામાં આવ્યા હતા. ગત શનિવારે રાજકોટના નીલસિટી ક્લબમાં આ તમામ ધારાસભ્યોને રખાયા હતા. બાદમાં ગઇકાલે ગઢડા અને ત્યારબાદ રાજુલા લવાયા હતા. ત્યારબાદ આજે ધારી લઇ જવાયા હતા. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આ તમામ ધારાસભ્યોને ફરી રાજકોટ લઇ જવાયા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા કે, કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ