ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી કોરોનાના કારણે દેશમાં સ્કૂલ-કોલેજ ખોલવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે આ વચ્ચે પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે.
કોરોનાને કારણે ચોક્કસ ગાઈડલાઈન સાથે પરીક્ષાનું આયોજન
યુનિવર્સિટીમાં કુલપતિ સહિત 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત છે
કોરોના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં 16 હજાર 459 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો કે કોરોનાના કારણે ચોક્કસ ગાઇડલાઇન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે થોડા દિવસ પહેલાં જ યુનિવર્સિટીના કુલપતિ સહિત 25 કર્મચારી કોરોના સંક્રમિત આવ્યાં છે. આમ અનુસ્નાતકની પરીક્ષા વિધાર્થીઓ ભય વચ્ચે આપશે.
26મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ19ના ટેસ્ટ તેમજ હેલ્થ પ્રક્રિયા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ તેમજ હેલ્થ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગઇકાલે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભીમાણી સહિત 9 કર્મી કોરોનાગ્રસ્ત થયા છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધતા સંક્રમણને લઇને વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળે છે.